હવેથી પાટીદાર નવરાત્રીના નફાનો 50% હિસ્સો આ હોસ્પિટલને અર્પણ કરાશે : અજય લોરીયાhttps://youtu.be/vGMU6p8kO18મોરબી : મોરબીમાં વિનામૂલ્યે સારવાર આપતી કેન્સર આયુર્વેદિક હોસ્પિટલ આદેશ આશ્રમ, જડેશ્વર મંદિરની પાછળ, વાંકાનેર - લજાઈ રોડ પર બનાવવામાં આવી છે. આ હોસ્પિટલનો આજથી ભવ્ય શુભારંભ થયો છે.આ હોસ્પિટલમાં તમામ આયુર્વેદિક સારવાર, દવા, રહેવા - જમવાની તમામ વ્યવસ્થા નિઃશુલ્ક કરી આપવામાં આવશે. આ હોસ્પિટલનો શુભારંભ આજરોજ સંતો - મહંતોના હસ્તે કરવામાં આવ્યો હતો.વિનામૂલ્યે સારવાર આપતી આયુર્વેદિક કેન્સર હોસ્પિટલના શુભારંભ પ્રસંગે મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જિલ્લા પંચાયતના સદસ્ય અજયભાઈ લોરીયા એ જણાવ્યું હતું કે આ હોસ્પિટલ અગાઉ આમરણની બાજુમાં તોરાણા મોરાણા આશ્રમે ચાલુ હતી. જે હવેથી અહીં શરૂ કરવામાં આવી છે. વધુમાં જણાવ્યું હતું કે નિલેશભાઈ એરવાડીયા અને તેની ટીમના સહિયારા પ્રયાસોથી ઉપરાંત ઘણા બધા દાતાઓનો પણ આ હોસ્પિટલમાં સહયોગ મળી રહ્યો છે. સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા દર્દીઓ, દર્દીઓના પરિવારજનો માટે વિનામૂલ્યે રામ રસોડું ચાલી રહ્યું છે. જેની તમામ જવાબદારી આ ટ્રસ્ટ ઉપાડી રહ્યું છે. અહીં ફુલ નહીં તો ફૂલની પાંખડી રૂપે પણ અનેક લોકો દાન આપી જાય છે.વધુમાં જણાવ્યું હતું કે મોરબીમાં દર વર્ષે જે પાટીદાર નવરાત્રી થઈ રહી છે તેમાં દર વર્ષે આશરે 40 થી 50 લાખનો નફો થાય છે. આ નફો અત્યારસુધી શહીદ પરિવારના લાભાર્થે વપરાતો હતો. હવેથી પાટીદાર નવરાત્રીના નફાનો 50% હિસ્સો આ હોસ્પિટલને સેવા માટે અપાશે તેમજ બાકીની રકમ શહીદ પરિવારોને અપાશે.નિલેશભાઈ એરવાડીયા એ જણાવ્યું હતું કે આ હોસ્પિટલમાં નિ:શુલ્ક કેન્સરની આયુર્વેદિક સારવાર ઉપરાંત રહેવાનું, જમવાનું સહિતની સુવિધાઓ આપવામાં આવે છે. અહીં ગુજરાત બહારના દર્દીઓ પણ સારવાર માટે આવી રહ્યા છે. અહીં તિબેટીયન આયુર્વેદિક દવા આપવામાં આવે છે. આ આયુર્વેદિક હોસ્પિટલનો હેલ્પલાઇન નંબર પણ જાહેર કરાયો છે. આ માટે મોબાઈલ નંબર 93275 53668 પર સંપર્ક કરી શકાય છે. અહીં 8 થી 10 લોકોનો સ્ટાફ છે. અંતમાં તેઓએ જણાવ્યું હતું કે અમે આ હોસ્પિટલનો ક્યારેય પ્રચાર કર્યો નથી. અમારી હોસ્પિટલનો પ્રચાર ખુદ દર્દીઓ જ કરી રહ્યા છે. દર્દીઓ જ અન્ય દર્દીઓને અહીં સારવાર લેવા માટે વાત કરે છે.