11 થી 19 ઓક્ટોબર દરમિયાન રાસ-ગરબા અને 20 ઓક્ટોબરે હવન યજ્ઞ, સ્નેહમિલન તેમજ વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશેમોરબી અપડેટ : મોરબીના ખરેડા ગામે આવેલા કાથરાણી પરિવારના કુળદેવી મંદિરે વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ 11/10/2026 રવિવારથી તારીખ 19/10/2026 સોમવાર સુધી નવરાત્રી મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાશે. આ મહોત્સવ દરમિયાન દરરોજ વહેલી સવારે પૂજન-અર્ચન તથા સાંજના સમયે આરતી યોજાશે. તેમજ રાત્રે 9 થી 11 વાગ્યા દરમિયાન ગરબી મંડળની બાળાઓ દ્વારા રાસ-ગરબાની રમઝટ બોલાવવામાં આવશે.નવરાત્રી મહોત્સવની પૂર્ણાહુતિ નિમિત્તે તારીખ 20/10/2026 મંગળવારના રોજ મંદિરે પવિત્ર હવન યજ્ઞ, સ્નેહમિલન તેમજ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે પુરસ્કાર વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ તમામ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોમાં કાથરાણી પરિવારના સભ્યોને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા જણાવાયું છે.#Morbi #MorbiUpdate #MorbiNews #Khareda #Navratri2026 #KatharaniParivar #GarbiMahotsav #ReligiousNews