સાંજે 7:00 વાગ્યે ત્રિવેદી એસોસિએટ્સ પરિવાર અને સદગુરુ ફ્લાવર્સ ભૂરાભાઈ, GIDC તેમજ મહેન્દ્રનગર બ્રાન્ચના સૌજન્યથી મહાઆરતીનું આયોજન મોરબી: શ્રાવણ માસના ત્રીજા સોમવારે મોરબીના ગુજરાત હાઉસિંગ બોર્ડ, શનાળા રોડ માર્કેટિંગ યાર્ડ સામે આવેલા સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિરના મહંત પ્રવીણગીરી મહારાજે જણાવ્યું કે, આ દિવસે મહાદેવજીને સુંદર ફૂલોથી શણગારવામાં આવશે અને ભવ્ય દીપમાળા પણ કરવામાં આવશે.આ દીપમાળા ત્રિવેદી એસોસિએટ્સ પરિવાર અને સદગુરુ ફ્લાવર્સ ભૂરાભાઈ, GIDC તેમજ મહેન્દ્રનગર બ્રાન્ચના સૌજન્યથી કરવામાં આવશે. સાંજે 7:00 વાગ્યે પ્રખ્યાત ભાવિક ગજ્જર અને મોરબીના પ્રખ્યાત કોહીનૂર બેન્ડ 'સુરાવલી' સંગીતના તાલે મહાદેવજીની ભવ્યાતિભવ્ય મહાઆરતી કરવામાં આવશે. આ વખતની મહાઆરતી ત્રિવેદી એસોસિએટ્સ તરફથી કૈલાશ એપાર્ટમેન્ટના રહેવાસીઓ દ્વારા ઉતારવામાં આવશે. મોરબી શહેર ભાજપના મહિલા મોરચાના મહામંત્રી જયશ્રીબેન વાઘેલા અને સિદ્ધેશ્વર મહાદેવ મંદિરના મહંત પ્રવીણગીરી મહારાજ ભક્તોને આ મહાઆરતીનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.