મોરબી : આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત આવતી કાલે શનિવારે રાત્રે મોરબીમાં અમૃતપાર્ક સોસાયટીમાં ભવ્ય લોકડાયરો યોજાશે. રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તેમજ કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર આયોજિત અને જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી મોરબી દ્વારા સંચાલિત આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત આવતીકાલે લોક ડાયરો યોજાનાર છે. લોક ડાયરો કાલે રાત્રે 9:00 કલાકે અમૃત પાર્ક સોસાયટી,સેન્ટમેરી સ્કૂલ પાછળ,નવલખી રોડ, મોરબી ખાતે યોજાશે. લોકડાયરામાં ભજનીક ભાવેશ પટેલ, સાહિત્યકાર અને હાસ્ય કલાકાર દેવેન વ્યાસ,લોક સાહિત્યકાર રાજભા ગઢવી, લોકગાયક નિતીનભા ગઢવી, સિંધાભાઈ ભરવાડ, મહેશ મારાજ,પ્રવીણ મહારાજ અને મંજીરાના માણીગર રામભાઈ પ્રજાપતિ પોતાની કલા પીરસી લોકોને મંત્રમુગ્ધ કરશે.આ લોકડાયરાનો મોટી સંખ્યામાં લોકોને લાભ લેવા જાહેર અનુરોધ કરાયો છે.