અખિલ ભારતીય અને ક્ષેત્રીય પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન સત્ર યોજાયું: ગુજરાતભરમાંથી વિહીપના કાર્યકર્તાઓ જોડાયાહળવદ : મોરબી જિલ્લાના હળવદ પ્રખંડમાં વિશ્વ હિંદુ પરિષદ (વિહીપ) કર્ણાવતી ક્ષેત્ર દ્વારા એક મહત્વપૂર્ણ શૈક્ષણિક અને સંગઠનાત્મક પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ થયો છે. હળવદના શૈક્ષણિક ધામ ઉમા સંકુલ ખાતે અધિક જેઠ સુદ છઠ્ઠથી શરૂ થયેલો આ 'પરિષદ શિક્ષા વર્ગ' અધિક જેઠ પૂનમ સુધી કાર્યરત રહેશે. મંગળવારે આ વર્ગના ઉદ્ઘાટન સત્રનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.સાધુ-સંતો અને અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિઉદ્ઘાટન સત્રમાં હળવદના સંત પરમ પૂજ્ય પ્રભુચરણ દાસજી મહારાજ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા અને આશીર્વચન પાઠવ્યા હતા. આ ઉપરાંત વિશ્વ હિંદુ પરિષદના અખિલ ભારતીય ધર્મ પ્રસાર સહ પ્રમુખ આનંદજી ગોયલ, કર્ણાવતી ક્ષેત્રીય સહ પાલક અશોકજી રાવલ, કર્ણાવતી ક્ષેત્ર મંત્રી અશ્વિનભાઈ પટેલ, કર્ણાવતી ક્ષેત્ર સંગઠન મંત્રી શ્રીરંગ રાજેજી તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્ર સહ પ્રચારક ચિંતનભાઈ ઉપાધ્યાય સહિતના ઉચ્ચ પદાધિકારીઓ હાજર રહ્યા હતા.સમગ્ર ગુજરાતના કાર્યકર્તાઓ માટે માર્ગદર્શન સત્રઉદ્ઘાટન સત્રના મુખ્ય વક્તા આનંદજી ગોયલ દ્વારા ઉપસ્થિત તમામ શિક્ષાર્થીઓને સંગઠન અને રાષ્ટ્રકાર્ય અંગે ઊંડાણપૂર્વકનું બૌદ્ધિક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ વિશેષ અભ્યાસ વર્ગમાં કર્ણાવતી ક્ષેત્ર અંતર્ગત આવતા વિશ્વ હિંદુ પરિષદના ત્રણેય પ્રાંત (સૌરાષ્ટ્ર પ્રાંત, ઉત્તર ગુજરાત પ્રાંત અને દક્ષિણ ગુજરાત પ્રાંત)ના ઉત્સાહી કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં તાલીમ મેળવવા માટે જોડાયા છે.આ સમગ્ર શિક્ષા વર્ગના સુચારુ સંચાલન માટે વર્ગના પ્રમુખ તરીકે મુકેશભાઈ ગોર અને પાલક તરીકે ભાવેશભાઈ ઠક્કર કાર્યકર્તાઓને સતત માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે.#Halvad #VHP #ParishadShikshaVarg #UmaSankul #MorbiNews #VHPGujarat #MorbiUpdates