મંડળીના નિર્માણમાં સરપંચ અને પ્રમુખ ભાવેશભાઈ તેમજ સભાસદોનો સિંહફાળો: કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરાયુંમોરબી : નાનાભેલા સેવા સહકારી મંડળીનું ભવ્ય ઉદઘાટન સહકારી ક્ષેત્રના ભીષ્મપિતામહ ગણાતા મગનભાઈ વડાવીયાના અધ્યક્ષ સ્થાને યોજાયું હતું. આ ઉદઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં સહકારી આગેવાનો, રાજકીય મહાનુભાવો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે હાજર રહેલા અગ્રણીઓમાં RDC બેંકના ડિરેક્ટર અમુભાઈ વિડજા, ધનજીભાઈ કુંડારીયા, APMC ચેરમેન મનહરભાઈ બાવરવા, મોરબી સંઘના પ્રમુખ નવીનભાઈ ફેફર, પ્રોસેસીંગ પ્રમુખ બાબુભાઈ ઉઘરેજા, APMC ડિરેક્ટર વિનુભાઈ, મોરબી સંઘના પૂર્વ પ્રમુખ બળદેવભાઈ તેમજ માળિયા તાલુકાના પૂર્વ પ્રમુખ અશોકભાઈ, પૂર્વ પ્રમુખ પ્રાણજીવનભાઈ કાવર, તાલુકા પંચાયત સદસ્ય કેતનભાઈ વિડજા, તાલુકા પંચાયત સદસ્ય ઘનશ્યામભાઈ ગઢિયા, જૂના ઘાટીલાના સરપંચ ઉમેશભાઈ જાકાસણિયા, ખાખરેચીના સરપંચ દિનેશભાઈ, પૂર્વ તાલુકા પંચાયત ઉપપ્રમુખ સવજીભાઈ કારોરીયા, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય પ્રવીણભાઈ અવાડીયા સહિતના અગ્રણીઓએ હાજરી આપી કાર્યક્રમને દીપાવ્યો હતો. કાર્યક્રમના અંતમાં તમામ મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.નાનાભેલા ગામના ગ્રામજનો દ્વારા આ પ્રસંગે ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને સહકારી ક્ષેત્રને આગળ ધપાવવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. આ નવીન મંડળીના નિર્માણમાં નાનાભેલા ગામના સરપંચ અને મંડળીના નવનિયુક્ત પ્રમુખ ભાવેશભાઈ તેમજ મંડળીના તમામ સભાસદોનો સિંહફાળો રહ્યો છે, જેમની મહેનતને કારણે આ મંડળી સાકાર થઈ શકી છે.#Morbi #MorbiNews #CoOperativeSociety #Nanabhela #Inauguration #TreePlantation #MorbiUpdates