મોરબી: મોરબીમાં સમરસતા, સંસ્કાર અને સ્વાભિમાનના ઉમદા હેતુ સાથે આગામી 4-4-2026, શનિવારના રોજ એક ઐતિહાસિક અને દિવ્ય હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવો અને સંતો ઉપસ્થિત રહી જનમેદનીને સંબોધિત કરશે.કાર્યક્રમની વિગત અને સમયઆ હિન્દુ સંમેલન મોરબીની બોયઝ હાઈસ્કૂલ (સદભાવના હોસ્પિટલ બાજુમાં) ખાતે રાત્રે 09:00 કલાકે યોજાશે. આ પ્રસંગે વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સ્થાનિક રહીશોને સહપરિવાર ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.સંતોના આશીર્વચન અને વક્તાઓકાર્યક્રમમાં મહાકાળી આશ્રમ ચરાડવાના મહંત અમરગીરીબાપુ તેમજ મચ્છુ માતાજી મંદિર-મોરબીના કિશન ભગત આશીર્વચન પાઠવશે. આ ઉપરાંત અતિથિ વિશેષ તરીકે જાણીતા હાસ્ય કલાકાર જયભાઈ છનિયારા ઉપસ્થિત રહેશે. કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે શૈક્ષિક મહાસંઘના પ્રાંત સંગઠન મંત્રી હિતેશભાઈ ગોપાણી પ્રાસંગિક ઉદબોધન કરશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હિન્દુ સંમેલન સમિતિ (વાઘપરા, લખધીર વાસ, વસંત પ્લોટ) દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે.#Morbi #HinduSammelan #MorbiUpdate #CulturalEvent #GujaratNews #MorbiEvents