તા.18 ડિસેમ્બરને શનિવારે સંતો-મહંતોની ઉપસ્થિતમાં ગુરુયાગ, સત્યનારાયણની કથા, મહાપ્રસાદ, સંતવાણી સહિતના કાર્યક્રમો સદગુરુ કેશવાનંદ બાપુના સ્મરણ થકી ઈશ્વરની આરાધનાનો અવસર મળતા ભાવિકોમાં હરખની હેલી મોરબી : મોરબીમાં પરમ પૂજ્ય અનંત વિભૂષિત સદગુરુ કેશવાનંદ બાપુ ગુરુદેવ મહેશ્વરાનંદ બાપુના ચરણ કમળ સાનિધ્યમા શાંતિવન આશ્રમ ખાતે સદગુરુ કેશવાનંદ બાપુની 22મી પુણ્યતિથિએ ધર્મોત્સવનું અનેરું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સંતો-મહંતોની ઉપસ્થિતમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. સદગુરુ કેશવાનંદ બાપુના સ્મરણ થકી ઈશ્વરની આરાધનાનો અવસર મળતા ભાવિકોમાં હરખની હેલી જોવા મળી રહી છે. મોરબીના વિસીપરા વિસ્તારની અંદર આવેલા સદગુરુ કેશવાનંદ બાપુના તીર્થધામ શાંતિવન આશ્રમ ખાતે આગામી તા.18/12/2021 ને શનિવારે પ.પૂ.કલ્યાણનંદજી ગુરુદેવ કેશવાનંદજી બાપુ શાંતિવન આશ્રમ મોરબી દ્વારા ગુરુદેવ કેશવાનંદજી બાપુની 22મી પુણ્યતિથિ નિમિતે વૈવિધ્યસભર ધાર્મિક કાર્યક્રમોનું દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સંતો-મહંતોની ઉપસ્થિતમાં ગુરુયાગ, સત્યનારાયણની કથા, મહાપ્રસાદ, સંતવાણી સહિતના કાર્યક્રમો યોજાશે. આ ધાર્મિક કાર્યક્રમોથી કેશવાનંદબાપુના ભક્તજનોને ઈશ્વરની ભક્તિ કરવાનો સોનરી અવસર સાંપડ્યો છે. 18 ડિસેમ્બરે રાત્રે 10 વાગ્યે યોજાનાર સંતવાણીના કાર્યક્રમમાં શૈલેષભાઇ સી.રાવલ (ગાયક-સંચાલન), નિરંજનભાઈ પંડ્યા (ભજન આરાધક), લલિતાબેન ઘોડાદ્રા (ભજન આરાધક), જયશ્રીદાસ માતાજી (ભજન આરાધક), ભગવાનજીભાઈ બોરીચા (ભજન આરાધક), દેવદાનભાઈ ગઢવી (લોકસાહિત્યકાર), વિજયભાઈ મકવાણા (બેંજો વાદક), લાલાભાઈ બેરડીયા (તબલા ઉત્સાદ), આનંદભાઈ મકવાણા (વાયોલિન વાદક) કાળુંભાઈ અને રમેશભાઈ (મંજીરા વાદક) સહિતના કલાકારો સંતવાણી પ્રસ્તુત કરશે. આથી પ.પૂ. કલ્યાણાનંદજી ગુરુદેવ કેશવાનંદજી શાંતિવન આશ્રમ તરફથી આ કાર્યક્રમમાં ધર્મપ્રેમી સેવકગણને પધારવા સ્નેહસભર નિમંત્રણ પાઠવાયું છે અને આવનાર તમામ ભક્તોને સરકારની કોરોનાની ગાઈડલાઈનનું ફરજીયાતપણે પાલન કરવાનો પણ અનુરોધ કરાયો છે.