શાળા ખાતે લોકાર્પણ, નિવૃત્તિ સન્માન અને 100 જેટલા દાતાઓનું સન્માન કરાયું: પૂર્વ ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યામાળિયા (મિયાણા) : રાજકોટ જિલ્લા ખાદી ગ્રામોદ્યોગ સંઘ મોરબી સંચાલિત જીવરાજભાઈ થોભણભાઈ પટેલ માધ્યમિક શાળા (મોટાભેલા, તા. માળિયા મી.) ખાતે ગત 14/06/2026 ને રવિવારના રોજ ત્રિવિધ કાર્યક્રમની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ ત્રિવેણી કાર્યક્રમમાં લોકાર્પણ, નિવૃત્તિ સન્માન અને દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મોરબી-માળિયાના પૂર્વ ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, જે.પી. જેસવાણી, બેચરભાઈ હોથી, જયંતીભાઈ શેરશીયા, ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી એન.જે. પટેલ, ટ્રસ્ટી લલીતભાઈ સરડવા, સંસ્થાના માનદ મંત્રી છગનભાઈ સરડવા, શાળાના ભૂતપૂર્વ આચાર્ય ભાણજીભાઈ આદ્રોજા, ભૂતપૂર્વ સ્ટાફ, શાળાના વર્તમાન આચાર્ય એ.પી. કાંજીયા તથા શાળાનો સ્ટાફગણ વિશેષ ઉપસ્થિત રહ્યો હતો. આ તકે મુખ્ય દાતાઓ દામજીભાઈ કલોલા અને નરભેરામભાઈ સરડવા સહિત 100 જેટલા દાતાઓનું શાલ ઓઢાડી અને સન્માનપત્ર અર્પણ કરીને વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કાર્યક્રમમાં નિવૃત થતા શાળાના કર્મચારી ધીરજલાલ આદ્રોજાનું પણ ભાવભીનું સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષિકા ધારાબેન દ્વારા કરવામાં આવ્યું હતું.#Morbi #MorbiUpdate #Motabela #Maliya #MorbiNews #SchoolEvent #Felicitation #Donors