નશામુક્ત ભારત, સાઇબર સુરક્ષા અને ટ્રાફિક જાગૃતિ જેવા ગંભીર વિષયો પર પોલીસ અને RTO અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને અપાયું વિસ્તૃત માર્ગદર્શનવાંકાનેર (મોરબી અપડેટ) : શ્રી એચ.એન. દોશી આર્ટસ એન્ડ આર.એન. દોશી કોમર્સ કોલેજ, વાંકાનેર ખાતે તાજેતરમાં 57માં એન.એસ.એસ. (NSS) દિવસની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ મોરબી ડીવાયએસપી સારડાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો, જેમાં અતિથિ વિશેષ તરીકે આરટીઓ ડીવાયએસપી મકવાણા પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં કોલેજના પ્રિન્સિપાલ ડૉ. વાય.એમ. ચુડાસમાએ તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.આ વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારીઓએ વિદ્યાર્થીઓને વર્તમાન સમયના પડકારો અંગે માહિતગાર કર્યા હતા. મોરબી એસ.ઓ.જી.ના હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ જોગરાજીયાએ 'નશામુક્ત યુવાન, આવતીકાલનું સુરક્ષિત ભારત' વિષય પર વક્તવ્ય આપ્યું હતું અને નશાથી થતા ગંભીર નુકસાન વિશે વિદ્યાર્થીઓને સરળ ભાષામાં સમજાવ્યા હતા. ત્યારબાદ પી.સી. અને આઈટી એક્સપર્ટ યોગેશ ગઢવીએ આજના ડિજિટલ યુગમાં અત્યંત જરૂરી એવી સાઇબર સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવી હતી.કાર્યક્રમના અધ્યક્ષ ડીવાયએસપી સારડાએ વિદ્યાર્થીઓને જીવન જીવવાની કળા વિશે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે યુવાનોને નશામુક્ત રહીને પોતાનું ઘર, સમાજ અને દેશના હિતમાં કેવી રીતે યોગદાન આપવું તે અંગે પ્રેરણા આપી હતી, સાથે જ સાઇબર ફ્રોડથી બચવાના ઉપાયો પર પણ તલસ્પર્શી વ્યાખ્યાન આપ્યું હતું.મોરબી પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીના આરટીઓ ઇન્સ્પેક્ટર મેવાડા દ્વારા વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમો અને સુરક્ષા બાબતે મહત્વનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. જ્યારે આરટીઓ ડીવાયએસપી મકવાણા સાહેબે રાહવીર અને પીએમ રાહત યોજના જેવી સરકારી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.આ પ્રસંગે પીઆઈ ગામીત અને પીસી જયેન્દ્રસિંહ પરમાર સહિતના મહાનુભાવો પણ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંકલન અને સંચાલન એન.એસ.એસ.ના ડિસ્ટ્રિક્ટ કોર્ડિનેટર ડૉ. મયૂર જાની દ્વારા કરવામાં આવ્યું હતું.#Wankaner #MorbiUpdate #MorbiNews #NSSDay #DoshiCollegeWankaner #YouthAwareness #CyberSecurity #TrafficAwareness #DrugFreeIndia