તાલુકા કક્ષાના આ કાર્યક્રમમાં વેશભૂષા સાથે સંસ્કૃત ગૌરવ યાત્રા, ઓનલાઈન ક્વિઝ અને સુભાષિત સ્પર્ધા સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયાહળવદ (મોરબી અપડેટ) : ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ પ્રેરિત અને મોરબી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી આયોજિત હળવદ તાલુકા કક્ષાની સંસ્કૃત સપ્તાહની ઉજવણી તક્ષશિલા વિદ્યાલયના સંસ્કૃત કક્ષ ખાતે કરવામાં આવી હતી. આ સપ્તાહ દરમિયાન સંસ્કૃત ભાષાના પ્રચાર અને પ્રસાર માટે વિવિધ જાગૃતિ કાર્યક્રમો અને સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.'ગૃહે ગૃહે સંસ્કૃતમ્' થીમ અંતર્ગત ઘરે ઘરે સંસ્કૃત બોલાય તે ઉદ્દેશ્યથી સુભાષિત સ્પર્ધા યોજાઈ હતી. શાળાના 213 વિદ્યાર્થીઓએ ભગવદ્ ગીતાના 12 મા અથવા 15 મા અધ્યાયને કંઠસ્થ કરવાનો સંકલ્પ લીધો હતો. વિદ્યાર્થીઓએ કાલિદાસ, ઋષિમુનિ અને કૃષ્ણની વેશભૂષા ધારણ કરી હળવદના માર્ગો પર સંસ્કૃત ગૌરવ યાત્રા કાઢી હતી, જેણે લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. આ ઉપરાંત, વિવિધ ભારતીય સંસ્થાઓના સંસ્કૃત ધ્યેયવાક્યો આધારિત રંગોળીઓ પણ દોરવામાં આવી હતી. રામાયણ અને મહાભારત વિષય પર સંસ્કૃત ભાષામાં યોજાયેલ ઓનલાઈન ક્વિઝમાં 2207 લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ કાર્યક્રમમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ધનજીભાઈ ચાવડાએ સંસ્કૃત ભાષાને માતાનું સ્તર આપી તેનો મહિમા સમજાવ્યો હતો. આ પ્રસંગે ઝોનલ અધિકારી દેત્રોજા અને શાળાના એમડી મહેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સંસ્કૃત કક્ષના કોઓર્ડિનેટર ચંદ્રિકાબેન માધર અને સચિન ચરમારીએ કર્યું હતું.શ્લોક અને ચિત્ર સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓ* યશ અશોકભાઈ કણજરિયા* નૈતિક કિશોરભાઈ દલસાણિયા* પર્વ દિનેશભાઈ રથવી* અથર્વ રોહિતભાઈ સિણોજિયા* મિતવા ભાવેશભાઈ પટેલ* જિયાંશી પ્રકાશભાઈ પૂજારા* જિયાન પરેશભાઈ લુહાર* પ્રહર અલ્પેશભાઈ પટેલ* નિત્યરાજ મનહરસિંહ ઝાલા#Morbi #Halvad #MorbiUpdate #SanskritWeek #TakshashilaVidyalaya #SanskritLanguage #MorbiNews #GujaratNews