મોરબી : આજરોજ મોરબીના રવાપર રોડ ઉપર આવેલા ફ્લોરા 158 ખાતે પ્રભુ શ્રી રામના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હટીમ સ્થાનિક નાગરિકો રામમય બની પ્રભુ શ્રીરામની શોભાયાત્રા યોજી હતી જેમાં તમામ ટાવરના ભાઇઓ,બહેનો, બાળકો અને વડીલો સૌ સાથે મળી સામુહિક આરતી કરી હતી. આરતી બાદ સૌ સાથે પ્રસાદ લીધો હતો. આજે બપોર બાદ અહીં ધુન ભજન સાથે બાળકો દ્વારા દેશ ભક્તિના ગીતો રજુ કરવામાં આવશે અને ત્યાર બાદ અવકાશી આતશબાજી કરી સાંજે સૌ સાથે મળી સમુહ પ્રસાદ લેનાર હોવાનું જણાવાયું છે