મોરબી : મોરબીમાં સો ઓરડી મેઈન રોડ ઉપર નઝરબાગ સામે આજે રામદેવપીર ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં સાંજે રામદેવપીરની શોભાયાત્રા નીકળી હતી. આ સાથે સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દિલાવર લાડકા, નટુભાઈ પ્રજાપતિ, કેશુભાઈ ભોજવીયા, પ્રેમજીભાઈ ચાવડા, શંકરભાઈ પ્રજાપતિએ ધૂન ભજનની રમઝટ બોલાવી હતી.