મોરબી : મોરબીના સુભાષનગરમાં ગરબી ચોક ખાતે આવતીકાલે સોમવારે રામ જન્મભૂમિ અયોધ્યામાં યોજાનાર રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું એલઇડી સ્ક્રીન ઉપર સવારે 11થી 12:30 દરમિયાન લાઈવ પ્રસારણ કરવામાં આવશે. આ સાથે બપોરે 12:40 એ મહાઆરતી, બપોરે 3 કલાકે રથયાત્રા, બપોરે 1 કલાકે સમુહ ભોજન અને સાંજે 6:30 કલાકે પણ સમૂહ ભોજન યોજાશે. આ કાર્યક્રમમાં પધારવા સુભાષનગર, ગણેશનગર અને દર્પણ સોસાયટીના લોકોને જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.