મોરબી : પીઠડ ગામે લાખો શ્રધ્ધાળુઓની આસ્થા સમુ પીઠડઆઈ મંદિરે આજે પીઠડઆઈ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં હજારોથી વધુ લોકો સામેલ થયા હતા. પીઠડઆઈ જન્મોત્સવ નિમિતે મંગળા આરતી, ધ્વજા શોભાયાત્રા, ધુમાડાબંધ પ્રસાદ, સંધ્યા આરતી, રક્તદાન કેમ્પ, કામગોપી રાસ જેવા કાર્યક્રમો યોજાયા હતા. સૌરાષ્ટ્રભરથી ભાવિકો આ ધાર્મિક મહોત્સવમાં સામેલ થયા હતા. હજારો ભાવિકોએ અહીં સમૂહ પ્રસાદ લીધો હતો. ઉપરાંત મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન પણ કર્યું હતું.