મોરબી : નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન સંચાલિત નવયુગ નર્સિંગ કોલેજ ખાતે વર્ષ 2026ના વિદ્યાર્થીઓ માટે શપથ ગ્રહણ સમારોહ ભવ્ય અને શિસ્તબદ્ધ વાતાવરણમાં યોજાયો હતો. કાર્યક્રમનો પ્રારંભ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો હતો અને મહેમાનોનું પુષ્પગુચ્છ તથા સ્મૃતિભેટથી સ્વાગત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે નીરજકુમાર બિસ્વાસ (ડીન, GMERS મેડિકલ કોલેજ, મોરબી), હિરેન સંઘાણી (એડિશનલ ડીન, GMERS મેડિકલ કોલેજ, મોરબી), ડૉ. સતીશ પટેલ (સિનિયર બાળરોગ નિષ્ણાત, સાહિત્યકાર અને લેખક), ડૉ. દીપક અઘારા (મંગલમ હોસ્પિટલ),ડૉ. મહેન્દ્ર ફેફર (નક્ષત્ર હોસ્પિટલ) તથા ડૉ. ચિરાગ વડગાસિયા (શ્યામ હોસ્પિટલ) ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજિયા, મેનેજિંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવડીયા, એડમિન હેડ શક્તિભાઈ જોશી તથા પ્રિન્સિપાલ નિલેશ મિરાણીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.મહાનુભાવોનું પ્રેરક ઉદ્બોધનકાર્યક્રમમાં સતીશ પટેલે સેવા અને કરુણાભાવ સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી હતી. નીરજકુમાર બિસ્વાસે નર્સિંગમાં માનવતા અને સંવેદનાનું મહત્વ સમજાવ્યું હતું. હિરેન સંઘાણીએ દર્દીઓ સાથે આત્મીય વ્યવહાર રાખવાની સલાહ આપી હતી. જ્યારે મહેન્દ્ર ફેફરે પ્રેક્ટિકલ સ્કીલ્સ અને વ્યાવસાયિક શિસ્ત પર ભાર મુક્યો હતો. સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજિયાએ વિદ્યાર્થીઓને નિષ્ઠા અને સેવાભાવ સાથે ઉત્તમ કારકિર્દી ઘડવા શુભેચ્છાઓ પાઠવી હતી.સેવાના પવિત્ર શપથ અને સાંસ્કૃતિક કાર્યક્રમનર્સિંગના વિદ્યાર્થીઓએ ફ્લોરેન્સ નાઈટીંગેલના આદર્શોને અનુસરી ‘લેમ્પ લાઈટિંગ’ તથા ‘ઓથ સોન્ગ’ દ્વારા માનવસેવાના પવિત્ર શપથ લીધા હતા. કાર્યક્રમ દરમિયાન સ્તુતિ, ક્લાસિકલ નૃત્ય અને સંગીતની સુંદર રજૂઆતો દ્વારા સાંસ્કૃતિક રંગત પણ જોવા મળી હતી. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ધ્રુમિલ માટલિયા તથા નવયુગ નર્સિંગના તમામ સ્ટાફે જહેમત ઉઠાવી હતી. અંતે આભાર વિધિ અને ‘વંદે માતરમ’ના ગાન સાથે સમારોહની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.#MorbiUpdate #NavyugNursingCollege #OathCeremony2026 #NursingStudents #MorbiNews #Education #Humanity #Healthcare