મટકી ફોડ અને રાધા-કૃષ્ણ વેશભૂષા સ્પર્ધાઓમાં 462 વિદ્યાર્થિનીઓએ લીધો ભાગ: વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયામોરબી અપડેટ: જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં શનિવારે 'બેગલેસ ડે' ના રોજ 'નંદ ઉત્સવ' ની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. આગામી સપ્તાહમાં સળંગ રજાઓ આવતી હોય અને ત્રિમાસિક પરીક્ષાઓ પૂર્ણ થઈ હોય, વિદ્યાર્થીઓને શાળાનું વાતાવરણ વધુ ગમે તે હેતુથી અગાઉથી જ મટકી ફોડ તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.આ મનોહર ઉજવણીમાં શાળાની 462 જેટલી વિદ્યાર્થિનીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બાળકો રાધા-કૃષ્ણના આકર્ષક પહેરવેશમાં સજ્જ થઈને આવ્યા હતા અને મનમોહક નૃત્યગીતો રજૂ કર્યા હતા. આ ઉપરાંત 'બેસ્ટ કૃષ્ણ' અને 'બેસ્ટ રાધા' ની વિશેષ વેશભૂષા સ્પર્ધા પણ યોજાઈ હતી, જેમાં વિજેતા થનાર બાળકોને પ્રોત્સાહક પારિતોષિકો અર્પણ કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અને વ્યવસ્થાપન શાળાના તમામ શિક્ષક ભાઈઓ-બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું.#Morbi #MorbiUpdate #NandUtsav #Janmashtami #MadhaparwadiSchool #BaglessDay #KrishnaJanmotsav #MorbiNews