દીકરીઓએ અભિનય ગીતથી જમાવ્યું આકર્ષણમોરબી : માતૃભાષા એ સંસ્કારોની જનની છે, ત્યારે ગુજરાત સાહિત્ય અકાદમી અને વિવેકાનંદ કન્યા શાળા - મોરબીના સંયુક્ત ઉપક્રમે તારીખ 19-02-26 ના રોજ શાળાના આંગણે 'માતૃભાષા મહોત્સવ-2026' ની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સાહિત્યિક મિલાપ સાથે માતૃભાષાની ગરિમાને ઉજાગર કરવામાં આવી હતી.દીપ પ્રાગટ્ય અને શાબ્દિક સ્વાગતકાર્યક્રમની શરૂઆત મંગલ દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. શાળાના આચાર્ય સંજયભાઈ દંતાલિયા દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવોનું શબ્દોથી ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાની વિદ્યાર્થીનીઓએ સ્વાગત ગીત રજૂ કર્યું હતું અને માતૃભાષાના મહિમાગાન પર સુંદર અભિનય રજૂ કરી સૌના મન મોહી લીધા હતા.તજજ્ઞો દ્વારા માતૃભાષાનું ભાથુંઆ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત ડૉ. રામભાઈ વારોતરિયા તથા ડૉ. અમૃત કાંજિયા સાહેબે માતૃભાષાની ભવ્યતા, દિવ્યતા અને વર્તમાન સમયમાં તેની અનિવાર્યતા વિશે ખૂબ જ ગહન અને સરળ સમજ આપી હતી. વક્તાઓએ જણાવ્યું હતું કે માતૃભાષા એ માત્ર અભિવ્યક્તિનું સાધન નથી, પણ આપણા અસ્તિત્વની ઓળખ છે.ટીમવર્કથી કાર્યક્રમ બન્યો યાદગારસમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન પારૂલબેન રાજપરા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંયોજક રાજેશભાઈ મંઢના સંકલન હેઠળ વિવેકાનંદ કન્યા શાળાના તમામ શિક્ષકો અને વિદ્યાર્થીનીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. અંતમાં વિક્રમભાઈ ડાંગર દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.સહભોજન સાથે પૂર્ણાહુતિસાહિત્યના આ મહોત્સવના અંતે તમામ આમંત્રિત મહેમાનો અને બાળકોએ સાથે મળીને ભોજન લીધું હતું અને હર્ષોલ્લાસ સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ હતી.