મોરબી: નીલકંઠ સ્કૂલ દ્વારા જન્માષ્ટમી ઉત્સવ અને આગામી 15મી ઓગસ્ટ, સ્વતંત્રતા દિવસ, નિમિત્તે એક સંયુક્ત કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ અવસરે, ચંદ્રિકાબેન મણિયાર (કમલમ પ્રમુખ) અને ભાજપ નરેન્દ્ર મોદી વિચાર મંચના પ્રમુખ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની હાજરીએ શાળાના વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત મહેમાનોમાં ઉત્સાહનો સંચાર કર્યો હતો.કાર્યક્રમમાં જન્માષ્ટમી નિમિત્તે ભૂલકાંઓ દ્વારા શ્રીકૃષ્ણ અને રાધાની વેશભૂષા ધારણ કરીને ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બાળકોએ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. આ સાથે, સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને બાળકોએ સૌમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જગાડી હતી.