ટંકારા : ટંકારા તાલુકાના બંગાવડી ગામે આજે તારીખ 3 સપ્ટેમ્બરના રોજ ભાદરવા સુદ જલઝીલણી એકાદશીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જલઝીલણી એકાદશીના રોજ આશરે સવાસો વર્ષથી બંગાવડી ગામે અનોખી ઉજવણી કરવામાં આવે છે. જે નિમિત્તે આજે સવારે 8 વાગ્યાની આસપાસ રામદેવપીર મહારાજના ચરણ પાદુકા લઈને ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જેમાં મેઘવાળ સમાજ સહિત અન્ય સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. શોભાયાત્રામાં વાજતે ગાજતે સૌએ રાસ ગરબા રમીને ઉજવણી કરી હતી. જેનાથી ગામમાં એક અનોખો માહોલ સર્જાયો હતો.