આવતીકાલે 19 સપ્ટેમ્બરના રોજ નીકળશે ભવ્ય શોભાયાત્રામોરબી : આવતીકાલથે ગણપતિ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે મોરબીના લખધીરવાસ ખાતે મયુરનગરી કા રાજા ગણપતિ મહોત્સવનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે.આવતીકાલે તારીખ 19 સપ્ટેમ્બર ને મંગળવારના રોજ બપોરે 11-30 કલાકે લક્ષ્મીનારાયણ મંદિરથી લખધીરવાસ ચોક સુધી ભવ્ય શોભાયાત્રા નીકળશે અને ત્યારબાદ ગણપતિજીની સ્થાપના કરવામાં આવશે. આવતીકાલે સાંજે 7-30 કલાકે મહાઆરતીનું પણ આયોજન કરાયું છે અને દરરોજ રાત્રે રાસ ગરબા રમવામાં આવશે. જ્યારે વિસર્જન 28 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે. તો આ ગણપતિ મહોત્સવમાં પધારવા મયુરનગરી કા રાજા ગ્રુપ દ્વારા સર્વે ભક્તોને આમંત્રણ પાઠવાયું છે.