જિલ્લાની વિવિધ સંસ્થાઓ અને શાળા- કોલેજોમાં યોગ દિવસ નિમિત્તે કાર્યક્રમો યોજાયામોરબી : મોરબી જિલ્લામાં આજે ઠેર ઠેર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી બારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે મોરબી જિલ્લામાં વિવિધ શાળા કોલેજો અને સંસ્થાઓમાં યોગ દિવસ નિમિત્તે કાર્યક્રમમાં યોજાયા હતા. જેમાં SSY પરિવાર, પી.જી. પટેલ કોલેજ, બ્રહ્માકુમારી મોરબી, મોટીબરાર મોડેલ સ્કૂલ અને ટંકારાની એમ.પી. દોશી વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ, ગ્રામજનો અને અગ્રણીઓએ સાથે મળીને યોગ કર્યા હતા.સ્વામિનારાયણ સંસ્કાર ધામ ખાતે યોગ દિવસની ઉજવણીમોરબી સિદ્ધ સમાધિ યોગ (SSY) પરિવાર દ્વારા સ્વામિનારાયણ સંસ્કાર ધામ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં સંતો પણ જોડાયા હતા. 'યોગ કરો, નિરોગી રહો' ના સંદેશ સાથે લોકો યોગને દૈનિક જીવનનો એક ભાગ બનાવી સ્વસ્થ, સુખી અને સમૃદ્ધ જીવન તરફ આગળ વધે તેવા હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા કોર્પોરેટર નવનીતભાઈ કુંડારિયા અને અંબારામભાઈ કવાડિયાએ ભારે જહેમત ઉઠાવી હતી.પી.જી. પટેલ કોલેજમાં તાવરીયાજીને પુષ્પાંજલિ અને યોગાભ્યાસમોરબીની પી.જી. પટેલ કોલેજમાં પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજાની પ્રેરણા અને માર્ગદર્શનથી તેમજ આચાર્ય રવિન્દ્ર ભટ્ટ અને મોરબી મહાનગરપાલિકાના દંડક જયેશભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય યોગા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે યોગગુરુ તાવરીયાજીને યાદ કરીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ઉજવણીમાં લાયન્સ ક્લબના વિનોદભાઈ અગરિયા, સરકારી શાળાના આચાર્ય અલ્પેશભાઈ પુજારા, રાજુભાઈ વ્યાસ, મહીપાલસિહ જાડેજા, કોલેજ સ્ટાફ અને વિદ્યાર્થીઓ જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે આ કોલેજમાં માત્ર યોગ દિવસે જ નહીં, પરંતુ સમગ્ર વર્ષ દરમિયાન દરરોજ વિદ્યાર્થીઓ અને સ્ટાફ તાવરીયાજીની યોગધારાને સમર્પિત 3 SRB યોગથી જ શિક્ષણકાર્યની શરૂઆત કરે છે.મોડેલ સ્કૂલ મોટીબરાર ખાતે 'Yoga for healthy aging' થીમ પર ઉજવણીતારીખ 21/06/2026 ના રોજ મોડેલ સ્કૂલ-મોટીબરાર ખાતે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 'Yoga for healthy aging' થીમ અંતર્ગત તમામ વય જૂથના લોકોમાં સક્રિય જીવનશૈલીને પ્રોત્સાહન આપવા અને બાલ્યાવસ્થાથી જ વિદ્યાર્થીઓમાં યોગ પ્રત્યે રુચિ કેળવવા આ કાર્યક્રમ યોજાયો હતો. શાળાના શિક્ષક અમિતભાઈ ચાડમિયા દ્વારા યોગની વિસ્તૃત સમજૂતી આપીને આસનો તેમજ પ્રાણાયામ કરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ આચાર્ય બી.એન.વિડજા દ્વારા વિદ્યાર્થીઓને સ્વાસ્થ્ય માટે યોગનું મહત્વ સમજાવતું પ્રેરક ઉદબોધન આપવામાં આવ્યું હતું.ટંકારાની એમ.પી. દોશી વિદ્યાલયમાં ફ્રાન્સના નાગરિક ક્રિષ્નાજી જોડાયાએમ.પી. દોશી વિદ્યાલય ટંકારા ખાતે 12મા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિશેષ આકર્ષણ ફ્રાન્સનું નાગરિકત્વ ધરાવતા અને છેલ્લા 18 વર્ષથી ભારતમાં રહી ભારતીય યોગવિદ્યા અને સાધના સ્વીકારનાર ક્રિષ્નાજીની ઉપસ્થિતિ રહી હતી. યોગ ટ્રેનર કંચનબેન દ્વારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ટંકારા તાલુકા મામલતદાર ગોર, ટંકારા પોલીસ સ્ટેશન સ્ટાફ, ટંકારા નગરપાલિકાના પ્રમુખ પંકજભાઈ કારેલીયા તેમજ આચાર્ય વિજયભાઈ કણઝારીયા ઉપસ્થિત રહ્યા હતા. જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો.બ્રહ્માકુમારી મોરબી દ્વારા વિશ્વયોગ દિવસની ઉજવણી ભારતના યોગની પ્રાચીન પરંપરાને પૂરા વિશ્વમાં પ્રસિધ્ધિ મળેલ છે ત્યારે આજે 21 જૂનના દિવસે બ્રહ્માકુમારી મોરબીના દરેક સેવા કેન્દ્રો પર આ અર્વાચીન યોગ દ્વારા મનુષ્યના જીવનમાં મનની શાંતિ, તંદુરસ્ત શરીર રહે તે માટે મોટા પ્રમાણમાં ભાઈ બહેનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમનો લાભ મેળવ્યો છે. વિશ્વ યોગ દિવસ નિમિત્તે ખાસ રાજયોગની સાથે શારીરિક યોગ અને પ્રાણાયામ દ્વારા લોકોના તનની તંદુરસ્તી માટે પણ બ્રહ્માકુમારીઝના મુખ્ય સંચાલિકા બી.કે અલ્કાદીદી, બી. કે ઉષાદીદી, બી. કે નિમિષા દીદી, બી.કે જુલી દીદી, બી.કે જિજ્ઞાદીદી દ્વારા તમામ સેવા કેન્દ્ર પર આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.#Morbi #YogaDay2026 #InternationalYogaDay #MorbiUpdate #Tankara #Motibarar #YogaForLife #HealthAndWellness