મહેન્દ્રનગર ચોકડીથી બપોરે 3 વાગ્યે રેલીનું પ્રસ્થાન થશે, રેલી જેતપર પહોંચીને ઉપવાસ છાવણીને સમર્થન જાહેર કરશેમોરબી: મોરબીના જેતપર ગામ મુકામે ચાલી રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં મોરબી સિરામિક ઇલેક્ટ્રિક એસોસિએશન દ્વારા એક વિશાળ 'સ્વયંભૂ કાર રેલી'નું આજે આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂત ભાઈઓને સમર્થન આપવાનો અને સમાજમાં એકતા તથા સન્માનનો સંદેશ પહોંચાડવાનો છે.આ રેલી આજે તા.5 જુલાઇને રવિવારના રોજ બપોરે 3 કલાકે મહેન્દ્રનગર ચોકડીથી પ્રસ્થાન થશે. જે જેતપર ખેડૂત આંદોલન સ્થળ ખાતે પહોંચશે. મોરબી સિરામિક ઇલેક્ટ્રિક એસોસિએશન દ્વારા રેલીમાં જોડાનાર તમામ મિત્રોને ખાસ વિનંતી કરવામાં આવી છે કે આ આંદોલનને વધુ મજબૂત બનાવવા માટે સંપૂર્ણ શિસ્ત, એકતા અને શાંતિપૂર્ણ ભાગીદારી નોંધાવવામાં આવે. રેલી દરમિયાન કોઈ પણ પ્રકારના ગેરવર્તનથી દૂર રહેવા અને નિયમોનું પાલન કરવા જણાવાયું છે. 'એકતા અમારી તાકાત, ખેડૂત આપણું ગૌરવ' ના સંકલ્પ સાથે આ રેલી યોજાશે.#Morbi #MorbiUpdate #FarmersProtest #CarRally #KhedutAndolan #MorbiCeramic #UnityForFarmers #MorbiNews