શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ રેલી સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિર પહોંચશે: સાંજે 7 થી 8 વાગ્યા સુધી રક્તદાન અંગે જાગૃતિ સભા યોજાશેમોરબી અપડેટ : 'હું પણ રક્તદાતા, હર ઘર રક્તદાતા' ના મહાસંકલ્પ સાથે નીકળેલી 'રક્તસેવક બાઈક રાઈડ' આજે સાંજે મોરબી પહોંચી રહી છે. આજે સવારે સુરેન્દ્રનગરના દુધરેજ વડવાળા ધામના દર્શન કરીને રાઈડર્સે આજના દિવસની યાત્રા શરૂ કરી હતી. જે ધ્રાંગધ્રા અને હળવદ થઈને, મોરબી નજીક માંડલ ગામ પાસે આવેલી સિમેરો સિરામિક્સ (Simero Ceramics) ખાતે ઔદ્યોગિક આગેવાનો સાથે મુલાકાત કર્યા બાદ સાંજે 5:30 વાગ્યે મોરબી શહેરમાં પ્રવેશ કરશે.મોરબીના મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલી સમર્પણ મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે સામાજિક આગેવાનો અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા આ બાઈક રાઈડનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવશે. સ્વાગત બાદ અહીંથી એક વિશાળ બાઈક રેલી સ્વરૂપે જનજાગૃતિ યાત્રા યોજાશે. આ રેલીનો રૂટ સમર્પણ હોસ્પિટલથી શરૂ થઈને મહારાણા પ્રતાપ સર્કલ, નગર દરવાજા, ગાંધી ચોક, રવાપર રોડ (બાપાસીતારામ ચોક) અને નવા બસ સ્ટેશન થઈને છેલ્લે સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિર ખાતે પહોંચશે.રેલીના સમાપન બાદ સાંજે 7:00 થી 8:00 વાગ્યા સુધી સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિર ખાતે રક્તદાન જાગૃતિ અંગેની એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય રક્તદાતાઓ પરનો ભાર ઓછો કરવો, રક્તની જરૂરિયાત ઊભી કરતી પરિસ્થિતિઓને રોકવા જાગૃતિ લાવવી, સ્વૈચ્છિક રક્તદાનને પ્રોત્સાહન આપવું અને દરેક પરિવારને રક્તદાનના મહાયજ્ઞ સાથે જોડવાનો છે.મોરબીના તમામ સામાજિક આગેવાનો, યુવાનો, શિક્ષણ સંસ્થાઓ, હોસ્પિટલો, NGO, સમાજ સંગઠનો અને જાગૃત નાગરિકોને આ રેલી અને જનજાગૃતિ સભામાં બહોળી સંખ્યામાં જોડાવા આયોજકો દ્વારા નમ્ર વિનંતી કરવામાં આવી છે. વધુ માહિતી માટે રમેશકાકા (સંસ્કાર બ્લડ બેંક - 97277 22763), નરેશભાઈ કુંડારિયા (લાઈફકેર બ્લડ બેંક - 81538 92189) અને જતિનભાઈ ફુલતરીયા (BJP યુવા પ્રમુખ - 99795 70701) નો સંપર્ક કરી શકાશે.#Morbi #MorbiNews #RaktSevak #BloodDonation #BikeRally #MorbiUpdates #DonateBlood #Gujarat