સરપંચ દ્વારા પીઆઈને કડક કાર્યવાહી કરવા લેખિત રજુઆત કરાઈમોરબી : મોરબીના જેતપર ગામે સ્વતંત્રતા દિવસે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા સંરપંચ, ઉપસરપંચ , તલાટી મંત્રી તથા બહોળી ગ્રામજનોની ઉપસ્થિતી રહી હતી. આ બેઠકમાં અનેક મુદાઓ વિશે ચર્ચા વિચારણા થઈ હતી. આ બેઠકમાં રોડ રસ્તા, અવરલોડ વાહનો અને ખુલ્લા ટ્રકોમાં તાડપત્રી બાંધવી, ગટર, સીસીટીવી કેમેરા ફેરીયા તથા ભિક્ષુકને પંચાયત તરફથી ઓળખ કાર્ડ આપવું ' વગેરે જેવા મુદાઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને દારૂબંધી વિશે પણ ચર્ચા કરવા માં આવી હતી. ગ્રામજનોના જણાવ્યા અનુસાર દારૂબંધી મુદાની રજૂઆત હર્ષદભાઈ અઘારા અને હિતેશભાઈ અધારાએ કરી હતી. તેઓએ કહ્યું કે ગામની હદમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થાય છે. તેને સદતર બંધ કરવામાં આવે. ત્યારે ગ્રામજનોની હાજરીમાં સરપંચે તાલુકા પોલીસમાં ફોન પણ કર્યો હતો પણ ત્યાંથી સંતુષ્ટ જવાબ નહી મળતા તેમનાથી ઉચ્ચ અધિકારીને પણ ફોન કરી દારૂબંધીની કડક અમલવારી કરવા રજુઆત કરી હતી. આ સાથે ગ્રામ પંચાયત દ્વારા તાલુકા પીઆઈને આ મામલે લેખિત રજુઆત પણ કરવામાં આવી છે.