ગ્રામસભામાં લોકોની રજુઆતનો નિકાલ ન આવતા માત્ર ફોટોસેશન અને સરકારમાં દેખાવ પૂરતી જ ગ્રામસભા યોજી હોવાનો આક્ષેપમોરબી : માળીયાના બગસરા ગામે ગાંધી જયંતિ નિમિતે યોજાયેલી ગ્રામસભામાં ઠરાવો વિશે ગોળ ગોળ જવાબ અપાયો હતો. ગ્રામસભામાં લોકોની રજુઆતનો નિકાલ ન આવતા માત્ર ફોટોસેશન અને સરકારમાં દેખાવ પૂરતી જ ગ્રામસભા યોજી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો સાથે જ ગ્રામસભામાં નાગરિકો ઉપસ્થિત ન રહેતા ફિયાસ્કો થયો હતો.માળીયા તાલુકાના બગસરા ગામે આજે સરકાર દ્વારા મહાત્મા ગાંધી જન્મ જયંતિ નિમિત્તે ગ્રામસભા રાખવામાં આવી હતી. પણ અગાઉ અનેક ગ્રામસભામાં થયેલ ઠરાવોનો કોઈ જાતનો નિકાલ ન થતા આજે પણ ગામસભા બગસરા પ્રાથમિક શાળામાં રાખતા ગણ્યા ગાંઠ્યા ગામજનો ઉપસ્થિત રહ્યા હતા. આજે ગત ગ્રામસભા થયેલ ઠરાવો વિષે ચર્ચા થતાં ગોળ ગોળ જવાબ આપ્યો હતો. પણ ગ્રામજનોની રજુઆતનો કોઈ નિકાલ ન આવતો હોય તો ગ્રામસભા યોજવાનો શુ અર્થ ? તેથી આ ગ્રામસભા ખાલી ફોટા પડાવવા માટે રાખતા હોય અને સરકાર દ્વારા લાગુ પડતાં તંત્ર કોઈ નોંધ લેતા ન હોય કે કોઈના કહેવાથી ઠરાવો પણ કોઈ અધિકારીને કેમ પહોંચાડાતા નથી તેવા સવાલો ઉઠ્યા હતા. સાથે જ ગ્રામસભા આજે પણ ફરી જુના મુદા વિષે ચર્ચા કરી પણ ખાલી કાગળ ઉપર સહી લઇને ફોટા પાડીને સભા યોજાઈ હોય જેવા ઘાટ વચ્ચે લોકો ઉપસ્થિત ન રહેતા ફિયસ્કા જેવો ઘાટ સર્જાયો હોવાનો ખુદ સરપંચે આરોપ લગાવ્યો હતો.