ચૂંટણીના આખરી જાહેરનામામાંથી ગામનું નામ નીકળી જતા સરપંચ અને સભ્ય બોડીએ પ્રતીક્ષા કરવી પડશેટંકારા : ટંકારા નગરપાલિકામાંથી બાકાત થયેલા કલ્યાણપરમાં ગ્રામ પંચાયતની ચૂંટણી નહિ યોજાઈ. ચૂંટણીના જાહેરનામામાંથી ગામનું નામ નીકળી જતા સરપંચ અને સભ્ય બોડીએ હજુ પણ પ્રતીક્ષા કરવી પડશે. ટંકારા નગરપાલિકા કાર્યરત થતાં કલ્યાણપર - આર્યનગરનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જો કે કલ્યાણપર ગામે નગરપાલિકામાં નહી ભળવા માટે માગણી કરી હોય ફરી એક વાર ગ્રામ પંચાયત કાર્યરત થઈ હતી. જ્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીનું જાહેરનામું બહાર પાડયું ત્યારે કલ્યાણપરમાં પેટા ચૂંટણી યોજાવાની હતી તેવું જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ આજે આખરી જાહેરનામામાં કલ્યાણપર ગામને પેટા ચૂંટણીમાથી બાકાત કરવામાં આવ્યું છે. 24 ગામોમાં જ સામાન્ય અને પેટા ચૂંટણી યોજનાર છે. બીજી તરફ કલ્યાણપર ગામે ચૂંટણી લડવા મન બનાવેલ રાજકીય લોકોએ ભારે અંચબા સાથે કચેરીમાં દોડધામ કરી હતી. ઉપરાંત આ મામલે નેતાઓનો પણ સંપર્ક કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.