હવે એક કલાક બાકી : બેલેટ પેપરથી થયેલ મતદાનને કારણે લાઈનો લાગીહળવદ : હળવદની સાત સામાન્ય અને એક ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણી યોજાઈ રહી છે.કુલ આઠ ગ્રામ પંચાયતોમાં સવારે 7 વાગ્યાથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે.સવારે સાતથી પાંચ વાગ્યા સુધીમાં ૮૨.૫૪ ટકા મતદાન નોંધાયું છે. જ્યારે હવે એક કલાકનો સમય બાકી રહ્યો છે.ગ્રામ પંચાયતોની યોજાઇ રહેલ ચૂંટણીમાં બેલેટ પેપરથી મતદાન થઈ રહ્યું છે.જેના કારણે મતદાન મથકો પર મહિલાઓ અને પુરુષોની લાઈનો જોવા મળી રહી છે. બીજી તરફ આજે હળવદ પંથકમાં વાદળ છાયા વાતાવરણ વચ્ચે બફારો હોય જેના કારણે મતદારો પણ પરસેવે રેબજેબે થતા જોવા મળ્યા હતા.સાથેજ ચૂંટણી યોજાઈ રહેલ ગામોમાં સરપંચના સમર્થકો અને સભ્યોના સમર્થકો પણ વહેલી સવારથી જ મતદારોને મતદાર મથક સુધી પહોંચાડવા દોડધામ કરતા પણ જોવા મળ્યા હતા. સાત થી પાંચ દરમિયાન આઠ ગ્રામ પંચાયતમાં કેટલા ટકા મતદાન થયું ?જુના વેગડવાવ-૮૬.૮૮ %નવા વેગડવાવ-૯૪.૯૮ %જુના ઈશનપુર-૭૦.૫૮ %ઈશ્વરનગર-૮૨.૦૪ %શીવપુર-૮૭.૧૫ %જુના રાયસંગપુર-૮૦.૨૫ %મંગળપુર-૭૧.૧૯ %રાણેપર પર પેટા ચુંટણી-૭૩.૬૫ %