સવારે 7થી બપોરે 3 વાગ્યા દરમિયાન સામાન્ય ચૂંટણીમાં 57.47 ટકા તથા પેટા ચૂંટણીમાં 48.51 ટકા મતદાન નોંધાયુંમોરબી : મોરબી જિલ્લાની 40 ગ્રામ પંચાયતોમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન થઈ રહ્યું છે. જેમાં સવારે 7થી બપોરે 3 કલાક દરમિયાન સામાન્ય ચૂંટણીમાં 57.47 ટકા તથા પેટા ચૂંટણીમાં 48.51 ટકા મતદાન નોંધાયું છે. આમ સરેરાશ તમામ ગામમાં 52.99 ટકા મતદાન થયું છે.સામાન્ય અને મધ્યસત્ર ચૂંટણીમાં મોરબી તાલુકાની 8 ગ્રામ પંચાયતોમાં 59.14 ટકા, હળવદ તાલુકાની 7 ગ્રામ પંચાયતોમાં 67.21 ટકા, વાંકાનેર તાલુકાની 7 ગ્રામ પંચાયતોમાં 52.15 ટકા, માળિયા તાલુકાની 3 ગ્રામ પંચાયતોમાં 61.01 ટકા અને ટંકારા તાલુકાની 2 ગ્રામ પંચાયતોમાં 54.77 ટકા મળી સરેરાશ 57.47 ટકા મતદાન થયું છે. પેટા ચૂંટણીમાં મોરબી તાલુકાની 5 ગ્રામ પંચાયતોમાં 41.71 ટકા, હળવદ તાલુકાની 1 ગ્રામ પંચાયતોમાં 61.34 ટકા, વાંકાનેર તાલુકાની 7 ગ્રામ પંચાયતોમાં 50.29 ટકા મળી સરેરાશ 48.51 ટકા મતદાન થયું છે.