સવારે 7થી 11 કલાક દરમિયાન સામાન્ય ચૂંટણીમાં 31.70 ટકા તથા પેટા ચૂંટણીમાં 30.64 ટકા મતદાન નોંધાયુંમોરબી : મોરબી જિલ્લાની 40 ગ્રામ પંચાયતોમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન થઈ રહ્યું છે. જેમાં સવારે 7થી 11 કલાક દરમિયાન સામાન્ય ચૂંટણીમાં 31.70 ટકા તથા પેટા ચૂંટણીમાં 30.64 ટકા મતદાન નોંધાયું છે. આમ સરેરાશ તમામ ગામમાં 10.32 ટકા મતદાન થયું છે.સામાન્ય અને મધ્યસત્ર ચૂંટણીમાં મોરબી તાલુકાની 8 ગ્રામ પંચાયતોમાં 25.89 ટકા, હળવદ તાલુકાની 7 ગ્રામ પંચાયતોમાં 27.62 ટકા, વાંકાનેર તાલુકાની 7 ગ્રામ પંચાયતોમાં 38.60 ટકા, માળિયા તાલુકાની 3 ગ્રામ પંચાયતોમાં 30.99 ટકા અને ટંકારા તાલુકાની 2 ગ્રામ પંચાયતોમાં 26.11 ટકા મળી સરેરાશ 31.70 ટકા મતદાન થયું છે. પેટા ચૂંટણીમાં મોરબી તાલુકાની 5 ગ્રામ પંચાયતોમાં 21.38 ટકા, હળવદ તાલુકાની 1 ગ્રામ પંચાયતોમાં 29.77 ટકા, વાંકાનેર તાલુકાની 7 ગ્રામ પંચાયતોમાં 36.80 ટકા મળી સરેરાશ 30.64 ટકા મતદાન થયું છે.