સવારે 7થી 9 કલાક દરમિયાન સામાન્ય ચૂંટણીમાં 11.25 ટકા તથા પેટા ચૂંટણીમાં 9.40 ટકા મતદાન નોંધાયુંમોરબી : મોરબી જિલ્લાની 40 ગ્રામ પંચાયતોમાં સવારે 7 વાગ્યાથી શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન શરૂ થયું છે. જેમાં સવારે 7થી 9 કલાક દરમિયાન સામાન્ય ચૂંટણીમાં 11.25 ટકા તથા પેટા ચૂંટણીમાં 9.40 ટકા મતદાન નોંધાયું છે. આમ સરેરાશ તમામ ગામમાં 10.32 ટકા મતદાન થયું છે.સામાન્ય અને મધ્યસત્ર ચૂંટણીમાં મોરબી તાલુકાની 8 ગ્રામ પંચાયતોમાં 10.36 ટકા, હળવદ તાલુકાની 7 ગ્રામ પંચાયતોમાં 12.16 ટકા, વાંકાનેર તાલુકાની 7 ગ્રામ પંચાયતોમાં 11.68 ટકા, માળિયા તાલુકાની 3 ગ્રામ પંચાયતોમાં 13.60 ટકા અને ટંકારા તાલુકાની 2 ગ્રામ પંચાયતોમાં 8.92 ટકા મળી સરેરાશ 11.25 ટકા મતદાન થયું છે. પેટા ચૂંટણીમાં મોરબી તાલુકાની 5 ગ્રામ પંચાયતોમાં 7.02 ટકા, હળવદ તાલુકાની 1 ગ્રામ પંચાયતોમાં 9.94 ટકા, વાંકાનેર તાલુકાની 7 ગ્રામ પંચાયતોમાં 10.83 ટકા મળી સરેરાશ 9.40 ટકા મતદાન થયું છે.