જરૂરિયાત મંદોને રાહતદરે અનાજ કિટના વિતરણનો લાભ લેવા અનુરોધ મોરબી : રાજકોટ શહેરમાં હાલ રઝવી માનવ કલ્યાણ એજયુકેશન ટ્રસ્ટ દ્વારા રાહતદરે અનાજ કિટનુ છેલ્લા ચાર મહિનાથી વિતરણ કરવામાં આવી રહ્યુ છે. તે મુજબ મોરબી શહેર ખાતે પણ આ પ્રોજેક્ટ શરુ કરવામાં આવ્યો છે. આયાત અર્શ એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા રઝવી માનવ કલ્યાણ એજયુકેશન ટ્રસ્ટને રાહતદરે અનાજ કિટ વિતરણની જવાબદારીઓ સોપવામાં આવી છે. આ રાહતદરે અનાજની કિટનો લાભ લેવા સૌ પ્રથમ અરજદારે પાસપોર્ટ સાઇઝનો ફોટો તથા રેશનકાર્ડની ઝેરોક્ષ , તથા સભ્ય ફી 200 રુપીયા મોરબી ખાતે ઓફીસે જમા કરાવવાની રહેશે. જેમાં સભ્યને બારકોડેડ કાર્ડ અને જમા રકમની પહોચ ઓફીસ સ્થળ પર તરત મેળવી લેવાની રહેશે. સભ્ય થયા બાદ 90 દિવસ અંદર માર્કેટ કિમત કરતા રાહતદરે કિટનુ વિતરણ થશે. આ કિટમાં તેલ, ચા, ખાંડ, ખીચડ્યા ચોખા, ભાતીયા ચોખા, મગફાળા, ચણાદાર, તુવેરદાળ, હળદર, મરચુ, જીરુ, મીઠુ જેવી રોજીંદી 10થી વધુ ચીજવસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેનો લાભ વધુ લોકો લઈ શકે તે માટે શહેરના વોર્ડ મુજબ કેમ્પનુ પણ આયોજન કરવામાં આવનાર છે. હાલ જય કોમ્પલેક્ષ, હંટર કોલેજ સામે, ગેસ્ટહાઉસ રોડ, મોરબી ખાતે સભ્ય ફોર્મ ભરવામાં આવી રહ્યા છે. આ તકે લાભાર્થીઓને લાભ લેવા ઉપરોક્ત ડોકયુમેન્ટ લઈ ઓફીસ કોન્ટેક્ટ કરવા અનુરોધ કરાયો છે.