શુક્રવારની મધરાત્રે કચ્છના ગઢવી પરિવારના દાઝેલા સભ્યને અમદાવાદથી પરત કચ્છ લઈ જતી વખતે એમ્બ્યુલન્સ પલ્ટી મારતા સર્જાયો અકસ્માત : ગોઝારા અકસ્માતમાં ત્રણના મોત થવાથી ભારે અરેરાટી : હળવદ પોલીસે તપાસ હાથ ધરી હળવદ: હળવદ તાલુકાના ધનાળા ગામના પાટિયા પાસે કચ્છ અમદાવાદ હાઈવે પર શુક્રવારની મધરાત્રે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં કચ્છના ગઢવી પરિવારના એક દાઝેલા સભ્યને અમદાવાદથી પરત કચ્છ લઈ જતી વખતે એમ્બ્યુલન્સ ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા એમ્બ્યુલન્સ પલ્ટી ગઈ હતી.આ ગમખ્વાર અકસ્માતમાં કચ્છના ગઢવી પરિવારના પિતા-પુત્ર સહિત ત્રણના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. જ્યારે એમ્બ્યુલન્સચાલક સહિત બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા વધુ સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવને પગલે ગઢવી પરિવારમાં ભારે અરેરાટી મચી ગઇ છે. ગોઝારા અકસ્માતના બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગત મોડીરાત્રીના કચ્છના ગઢવી પરિવાર અમદાવાદ હોસ્પિટલે દાઝી ગયેલા યુવાનને સારવાર કરી હોસ્પિટલમાંથી રજા લઇ એમ્બ્યુલન્સ લઈ પરત કચ્છ તરફ જઈ રહ્યા હતા ત્યારે હળવદ નજીક ધનાળા ગામના પાટિયા નજીક એમ્બ્યુલન્સચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં પિતા-પુત્ર સહિત ત્રણ વ્યક્તિઓના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે એમ્બુલન્સ ચાલક સહિત બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા હળવદ ત્યારબાદ વધુ સારવાર માટે મોરબી રીફર કરવામાં આવ્યા હતા. ત્રણેય મૃતકોના મૃતદેહોને પી.એમ. માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા હતા.આ બનાવને પગલે હળવદ પોલીસ ઘટના સ્થળે દોડી જઇ તેઓના પરિવારજનોનો સંપર્ક કરી હળવદ ખાતે બોલાવવામાં આવ્યા હતા.હાલ મૃતકનું હળવદ સરકારી હોસ્પિટલ ખાતે પીએમ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ બનાવની વધુ તપાસ હળવદ પોલીસ મથકના ગીરિશદાન ગઢવી ચલાવી રહ્યા છે. પવન ચક્કીના વાયરમાં શોર્ટ સર્કિટથી દાઝી ગયેલ દીકરાને સારવાર માટે અમદાવાદ લઈ ગયા હતા અકસ્માતમાં મૃતક વાલજીભાઈ ગઢવીના 14 વર્ષના દીકરા શ્યામભાઈ પવન ચક્કીના વાયરમા થયેલ શોર્ટ સર્કિટમાં દાઝી જતાં તેને અમદાવાદ સારવાર માટે અમદાવાદ લઇ જવામાં આવ્યો હતો. જેમાં વાલજીભાઈ તથા તેમના પિતા, તેમનો ભાઈ અને તેમના સાળા સાથે ગયા હતા. જો કે અમદાવાદ સારવાર લીધા બાદ શ્યામને વધુ સારવાર માટે માંડવી રિફર કરવાનો હોય. જેથી, ત્યાંથી એમ્બ્યુલસ લઈ પરત કચ્છ તરફ જતા હતા. ત્યારે ધનાળાના પાટીયા પાસે અકસ્માત સર્જાયો હતો. જો કે શ્યામભાઈનો ચમત્કારિક બચાવ થયો છે. મૃતકોના નામ (૧) કાનિયાભાઈ પબુભાઈ ગઢવી (ઉ.૬૧ રહે,નાની ઉનડઠા-માંડવી) (૨) વાલજીભાઈ કાનિયાભાઈ ગઢવી (ઉ.૪૦ રહે,નાની ઉનડઠા-માંડવી) (૩) વસંતભાઈ હરીભાઈ ગઢવી (ઉ.૨૫ રહે, લઈઝા) ઈજાગ્રસ્તના નામ (૧) રામભાઈ નારાયણભાઈ ગઢવી (ઉ. ૩૫) (૨) પિન્ટુભાઈ કાનજીભાઈ (ઉ-૨૭)