પશુધન માટે ચારો અને રહેઠાણની વ્યવસ્થા કરવા માલધારી સમાજની માંગ મોરબી : બીપોરજોય વાવઝોડાને કારણે હાલ સરકાર દ્વારા લોકોને વાવાઝોડાથી બચાવવા આશ્રય સ્થાનો ઉપર ખસેડવાની કામગીરી પુરજોશમાં ચાલુ છે. ત્યારે માલધારી સમાજે આ વાવઝોડા દરમિયાન માનવીઓની સાથે પશુધનને પણ હાનિ ન પહોંચે તે માટે સરકાર પશુધનની ચિતા કરીને તેમના માટે ચારો તેમજ રહેઠાણની વ્યવસ્થા કરે તેવી માંગ સાથે મુખ્યમંત્રીને રજુઆત કરી છે. ગુજરાત માલધારી સેનાએ મુખ્યમંત્રીને રજુઆત કરી હતી કે, હાલમાં સંભવિત વાવઝોડાને લઈને સરકાર લોકો અને સરકારી મિલ્કતની ચિંતા કરે છે. ત્યારે એટલી જ ચિંતા માલધારી સમાજના પશુધનની કરવી ખૂબ જરૂરી છે. આ વાવઝોડામાં પશુધનને પણ હાનિ પહોંચે તેવી ભીતિ છે. કુદરતી આફત આવે ત્યારે માનવની સાથે પશુધનને પણ હાનિ પહોંચતી હોય છે. તેથી વાવઝોડામાં પશુધનને હાનિ ન પહોંચે તે માટે સરકાર ખાસ પશુધનની ચિંતા કરી એના માટે ચારો અને સારી જગ્યાએ રહેઠાણની વ્યવસ્થા કરે તેવી માંગ ઉઠાવી છે.