હળવદ : ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાની ગ્રાન્ટમાંથી હળવદ સરકારી હોસ્પિટલને રૂ.9.92 લાખના ખર્ચે Truenat Machin અર્પણ કરવામા આવ્યું છે. આ મશીનથી T.Bના રોગ અન્યવે તમામ લેબ રિપોર્ટની તપાસ હવે હળવદ સરકારી હોસ્પિટલમા થઈ શકશે. હોસ્પિટલ ખાતે આજ રોજ આ મશીનને રોગી કલ્યાણ સમિતિના સભ્યો, ડોકટર તેમજ શહેરના આગેવાનોની ઉપસ્થિતિમા લોકો માટે ખુલ્લું મૂકવામા આવેલ હતું. આવનારા સમયમા જિલ્લા આયોજનની ગ્રાન્ટમાંથી હળવદ સરકારી હોસ્પિટલને (૧) ડેન્ટલ એક્ષ્રે મશીન (૨) લેબર ટેબલ (૩) ઓપરેશન ટેબલ (૪) નસબંધી ના લાઈટ સોર્શ (૫) સોનોગ્રાફી મશીન (૬) થ્રી ફેજ જનરેટર પણ મળનાર છે જેથી હળવદ શહેર તથા તાલુકાના લોકોને વધુ સુગમતા તેમજ સારવાર મળશે. તેમ યાદીમાં જણાવાયું છે.