જોધપર પાસે ખુલ્લા મેદાનમાં ફેંકી દેવાય છે ગાયોના મૃતદેહો મોરબી : મોરબી જિલ્લામાં લમ્પી વાયરસથી થતા ગૌવંશના મોતના આંકડા છુપાવવામાં આવે છે તેમજ યોગ્ય રીતે ગાયોના મૃતદેહોનો નિકાલ કરવામાં આવતો નથી. જોધપરની સીમમાં કે મેદાનમાં મૃતદેહો ફેંકી દેવામાં આવતા હોવાનું મોરબી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કે. ડી.પડસુંબિયાએ જણાવાયું છે. ત્યારે જો મૃતદેહોનો નિકાલ ૨ દિવસમાં યોગ્ય રીતે કરવામાં નહિ આવે તો કોંગ્રેસ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે. મોરબી જિલ્લામાં પશુઓમાં ખાસ કરીને ગાય અને ગૌવંશમાં ફેલાયેલ લમ્પી વાઇરસને કારણે મોરબી જિલ્લામાં પશુઓના મોત છે. કોરોનામાં જેમ મૃત્યુના આંકડા સરકારે છુપાવ્યા હતા. તેવી રીતે લમ્પી વાઇરસથી મરણ પામેલ પશુઓના મોત પણ આંકડા સરકાર છૂપાવી રહી છે. જોધપર સ્થળ પર જઈ ચેકીંગ કરતા એક વાહન ભરી મૃતદેહો લઈ આવવામાં આવ્યા હતા.તેના ડ્રાઈવરને પૂછતા જણાવ્યું હતું.કે દરરોજ ૫૦ થી ૬૦ ગાયોના મૃતદેહો અહી એક જ જગ્યાએ ઠાલવીએ છીએ.આ ઉપરાંત બાકી બીજી જગ્યાના તો અલગ. આ મરેલ ગાયો અને ગૌવંશના મૃતદેહોનો નિકાલ યોગ્ય રીતે થતો નથી. મોરબીના જોધપર ગામની સીમમાં, ખુલ્લા મેદાનમાં મૃત ગાયોને ફેંકી દેવાય છે.જે જગ્યાએ ગાયોના મૃતદેહ નાખ્યા છે ત્યાં ગંદકી ફેલાઈ ગઈ છે. કોઈ માણસ દસ મિનિટ ત્યાં ઊભા રહી શકે તેમ નથી. આ ખુલ્લા ગાયોના મૃતદેહને કારણે લોકોમાં રોગચાળો ફેલાય તેમ છે.કોઈ અધિકારી કહે છે કે આ મૃતદેહોના નિકાલની જવાબદારી ગ્રામ પંચાયતની આવે છે, કોઈ કહે છે મામલતદારની જવાબદારી છે, કોઈ કહે છે કલેકટરની જવાબદારી છે. આ તંત્ર પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યું છે. મોરબી જીલ્લા કોંગ્રેસની ટીમ જોધપર ગામની સીમમાં મુલાકાત કરી ત્યારે કાળજુ કંપી જાય તેવા દ્રશ્યો જોવા મળ્યા.તંત્રને ચેતવણી આપીએ છીએ કે આ ગાયોના મૃતદેહોનો યોગ્ય નિકાલ બે દિવસમાં નહિ થાય તો ગાંધી ચિંધ્યા રાહે આંદોલન કરી પ્રજાને જાગૃત કરશુ.કોઇ પણ રીતે ગાયોના મૃતદેહોનો નિકાલ જલ્દી થાય તેવી માંગણી કરી છે.