મોરબી : મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ, ગુજરાત રાજ્ય હિસાબી સેવા કર્મચારી મંડળ, મોરબી શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ. મોરબી જિલ્લા લેન્ડ રેકર્ડ કર્મચારી મંડળ તેમજ મહામંડળ સાથે જોડાયેલ અન્ય મંડળો/સંઘોના કર્મચારીઓ તેમજ શિક્ષકો દ્વારા આજરોજ જૂની પેન્શન યોજના, ફિક્સ પગાર તેમજ સરકાર સાથે થયેલ સમાધાન પૈકીના બાકી પડતર પ્રશ્નો બાબતે ફરજ પર હાજર રહી કામગીરીનો બહિષ્કાર કરી પેનડાઉન/ચોકડાઉન કરી કામગીરીથી અળગા રહી વિરોધ નોંધાવ્યો હતો.