હળવદ : રમત-ગમત, યુવા અને સંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગ્રંથાલય ખાતું, ગુજરાત - રાજ્ય, ગાંધીનગર દ્વારા તા. 4-4-2025 ને શુક્રવારના રોજ સવારે 10 કલાકે સરકારી તાલુકા ગ્રંથાલય, શરણેશ્વર મહાદેવ મંદિરની સામે, સામંતસર તળાવના કાંઠે, હળવદ ખાતે સરકારી તાલુકા ગ્રંથાલયનું લોકાર્પણ કરવામાં આવશે. જેનું હળવદ નગરપાલિકાના પ્રમુખ ફોરમબેન વિશાલભાઈ રાવલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે. આ સમારોહ દરમ્યાન હળવદ ચીફ ઓફિસર તુષાર આર. ઝાલરીયા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે.