આ લેખિત આમંત્રણ પ્રાંત અધિકારી મારફત ખેડૂતો સુધી પહોંચાડવામાં આવશે, ખેડૂતો અને સરકાર બન્નેને અનુકૂળ સમયે મોરબી અથવા ગાંધીનગરમાં થશે બેઠકhttps://youtu.be/cx6YCfYK8IQમોરબી : મોરબીના જેતપર ગામે ખેતરોમાં વીજ લાઇન નાખવાની કામગીરી સામે ખેડૂતો ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા છે. આ મામલે મોરબી જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરેએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે ખેડૂતોની માંગણીઓ અંગે રાજ્ય સરકાર સંપૂર્ણપણે હકારાત્મક વલણ ધરાવે છે અને ખેડૂતોના વિશાળ હિતમાં નિર્ણય લેવા માટે તત્પર છે. જેના માટે સરકારે લેખિત આમંત્રણ પણ આપ્યું છે.કલેકટર સ્વપ્નિલ ખરેએ માહિતી આપતા જણાવ્યું કે, મોરબી જિલ્લા ખેડૂત સમિતિ દ્વારા મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. જેના અનુસંધાને ખેડૂત સમિતિના સભ્યો અને આગેવાનોની રાજ્ય સરકારની ઉચ્ચ સ્તરીય સમિતિ સાથે ટેલિફોનિક વાતચીત થઈ છે. પરંતુ ટેકનિકલ અને કાયદાકીય બાબતોનો ઉકેલ માત્ર ટેલિફોનિક ચર્ચાથી સંભવ ન હોવાથી, હવે ખેડૂતોને રૂબરૂ સંવાદ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.ખેડૂતો દ્વારા કુલ 6 જેટલા મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા છે. સરકાર રાજસ્થાન સહિત અન્ય રાજ્યોની તુલનામાં ખુલ્લા મનથી નિર્ણય લેવા તૈયાર છે. ખેડૂતોને ચર્ચા માટે બોલાવવાના આમંત્રણ પત્રો મોરબી એસડીએમ દ્વારા ખેડૂત સમિતિ સુધી પહોંચાડવામાં આવશે. ખેડૂતો અને સરકારની અનુકૂળતા મુજબ મોરબી અથવા ગાંધીનગર ખાતે આ અંગે રૂબરૂ બેઠક યોજાશે.કલેકટરે સ્પષ્ટતા કરી છે કે હાલ જેતપર ગામે વીજ થાંભલાની કામગીરી સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. આજે એક ખાડો જોખમી હોય, જેના કામ માટે કંપનીએ કામગીરી શરૂ કરી હતી. અંતમાં કલેકટરે જણાવ્યું કે ખેડૂતો કોઈ અસમંજસમાં ન રહે અને ગેરમાર્ગે ન દોરાય તે માટે સરકાર સાથે ટેબલ પર બેસીને ચર્ચા કરવા અને પ્રશ્નનો ઝડપી નિકાલ લાવવા અપીલ છે.ઉલ્લેખનીય છે કે જેતપર ગામે ખેડૂતો છેલ્લા 11 દિવસથી આમરણાંત ઉપવાસ ઉપર બેઠા છે. આ દરમિયાન ત્રણ-ચાર વખત અધિકારીઓએ ઉપવાસ છાવણીની મુલાકાત લઇને ખેડૂતોને ગાંધીનગર જવાનું આમંત્રણ આપ્યું હતું. પરંતુ ખેડૂતોએ પહેલાં લેખિતમાં આપવાની માંગણી મૂકી આમંત્રણ ફગાવ્યું હતું.