મોરબી : મોરબી જિલ્લામાં આજરોજ ઠેર ઠેર રંગોના તહેવાર એવા ધૂળેટીની ઉજવણી કરવામાં આવી રહી છે. લોકો એકબીજાને રંગ લગાવીને ધૂળેટીનો પર્વ ઉજવી રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લાના સરકારી અધિકારીઓએ પણ સાથે મળીને ધૂળેટીનો પર્વ ઉજવ્યો હતો.મોરબી જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર, પ્રાંત અધિકારી હળવદ, મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર તથા જિલ્લાના રેવન્યુ કર્મચારીઓએ સાથે મળી ધૂળેટીના આ પાવન પર્વની ઉજવણી કરી હતી. એકબીજાને રંગ લગાવીને ધૂળેટીની શુભકામના પાઠવી હતી.