12 સરકારી બેંકોના 500થી વધુ કર્મચારીઓ હડતાળમાં જોડાશે : 5 દિવસના કામકાજની માંગ, ભેદભાવપૂર્ણ PLI યોજનાનો વિરોધમોરબી અપડેટ : યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU) દ્વારા પડતર પ્રશ્નોને લઈ આગામી 11 સપ્ટેમ્બરના રોજ દેશવ્યાપી હડતાળનું એલાન આપવામાં આવ્યું છે. આ હડતાળમાં 12 રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ જોડાવાના છે. જેમાં મોરબી જિલ્લાના 500થી વધુ કર્મચારીઓ પણ જોડાશે. પરિણામે કરોડો રૂપિયાના બેન્કિંગ વ્યવહારો પ્રભાવિત થવાની શક્યતા છે.હડતાળ પાછળના મુખ્ય કારણો અને માગણીઓ● 5 દિવસનું બેન્કિંગ અમલમાં મૂકવું: તમામ શનિવારને રજા જાહેર કરી અઠવાડિયામાં 5 દિવસનું બેન્કિંગ લાગુ કરવાની લાંબા સમયથી માગ છે. 8 માર્ચ 2024ની સમજૂતી મુજબ કર્મચારીઓ રોજના 40 મિનિટ વધુ કામ કરવા સંમત થયા હોવા છતાં સરકારે હજુ સુધી મંજૂરી આપી નથી.● ભેદભાવપૂર્ણ PLI યોજનાનો વિરોધ: નાણા મંત્રાલયના DFS વિભાગ દ્વારા જાહેર કરાયેલી નવી Performance Linked Incentive (PLI) યોજનામાં માત્ર Scale IV થી VIIIના અધિકારીઓ (આશરે 5% વર્ગ)ને જ મોટો લાભ આપવામાં આવ્યો છે. જેથી 95%થી વધુ સામાન્ય કર્મચારીઓ આ યોજનાથી વંચિત રહેતા ભારે અસંતોષ ફેલાયો છે.● પડતર પ્રશ્નોનો ઉકેલ: અગાઉની સમજૂતીઓ અને હડતાળની નોટિસમાં ઉઠાવવામાં આવેલા અન્ય પડતર વહીવટી પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવાની માગ છે.કઈ બેંકોના કર્મચારીઓ હડતાળમાં જોડાશે● સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (State Bank of India)● બેંક ઓફ બરોડા (Bank of Baroda)● બેંક ઓફ ઇન્ડિયા (Bank of India)● બેંક ઓફ મહારાષ્ટ્ર (Bank of Maharashtra)● કેનેરા બેંક (Canara Bank)● સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા (Central Bank of India)● ઇન્ડિયન બેંક (Indian Bank)● ઇન્ડિયન ઓવરસીઝ બેંક (Indian Overseas Bank)● પંજાબ નેશનલ બેંક (Punjab National Bank)● પંજાબ એન્ડ સિંધ બેંક (Punjab & Sind Bank)● યુકો બેંક (UCO Bank)● યુનિયન બેંક ઓફ ઇન્ડિયા (Union Bank of India)28, 29 અને 30 સપ્ટેમ્બરે પણ હડતાળ પાડવાની ચીમકીગુજરાત બેંક વર્કર્સ યુનિયનના મહામંત્રી જે. જે. ધોળકીયાના જણાવ્યા અનુસાર, સરકાર દ્વારા માગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આંદોલન વધુ તેજ બનશે. 11 સપ્ટેમ્બર 2026:ના રોજ1 દિવસની હડતાળ નિશ્ચિત છે. વધુમાં સરકાર સાથે વાતચીત ચાલી રહી છે. જો નિરાકરણ નહિ આવે તો 28, 29 અને 30 સપ્ટેમ્બર એમ 3 દિવસની દેશવ્યાપી હડતાળ રાખવામાં આવશે. ઉપરાંત 26 ઓક્ટોબરથી અચોક્કસ મુદતની દેશવ્યાપી હડતાળ શરૂ કરવામાં આવશે.#Morbi #MorbiUpdate #MorbiNews #BankStrike #UFBU #SBI #BankingNews #GujaratNews