શાળાના 3 રમતવીરોએ 80 મીટર વિઘ્ન દોડ, ચક્ર ફેંક અને લાંબી કૂદમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી અનુક્રમે 1, 2 અને 3 ક્રમ મેળવી શાળાનું ગૌરવ વધાર્યુંમોરબી અપડેટ: તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા મોરબી જિલ્લા કક્ષાએ યોજાયેલી SGFI (સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા) અંડર-14 (U-14) શાળાકીય રમતગમત સ્પર્ધામાં ગોરખીજડિયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ એથ્લેટિક્સ સ્પર્ધાઓમાં ભાગ લઈ પોતાની રમતનું ઉત્કૃષ્ટ પ્રદર્શન દાખવીને શાળાનું નામ રોશન કર્યું છે.આ સ્પર્ધામાં ગોરખીજડિયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ નીચે મુજબની સિદ્ધિઓ હાંસલ કરી છે:(1) 80 મીટર વિઘ્ન દોડમાં માવી મનોજ મડિયાભાઈએ પ્રથમ નંબર મેળવ્યો છે. જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમ મેળવવાની સાથે હવે તે રાજ્ય કક્ષાની 80 મીટર વિઘ્ન દોડ સ્પર્ધામાં મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.(2) ચક્ર ફેંક સ્પર્ધામાં કંજારીયા પૂનમબેને પોતાનું કૌશલ્ય બતાવીને દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો છે.(3) લાંબી કૂદ સ્પર્ધામાં મેહડા સેનાબેન મધુભાઈએ ઉત્કૃષ્ટ પ્રદર્શન સાથે ત્રીજો નંબર મેળવ્યો છે.નાની ઉંમરે રમતગમત ક્ષેત્રે આ ઝળહળતી સિદ્ધિઓ હાંસલ કરવા બદલ ગોરખીજડિયા પ્રાથમિક શાળાના આચાર્ય, શિક્ષકગણ અને સમગ્ર શાળા પરિવારે આ તમામ રમતવીરોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે અને ભવિષ્યમાં પણ આવી જ રીતે ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે તેવી શુભકામનાઓ આપી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #SGFI #SportsCompetition #Gorkhijadiya #PrimarySchool #Athletics #GujaratNews #MorbiDistrict