મોરબી: મોરબી જિલ્લા ગોપાલક શૈક્ષણિક સમિતિ દ્વારા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ અને નવનિયુક્ત કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા માટે ગોપાલક (ભરવાડ) સમાજનો દ્વિતીય વિદ્યાર્થી તેમજ નવનિયુક્ત કર્મચારી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભવ્ય સન્માન સમારોહનું આયોજન 28/06/2026 ને રવિવારના રોજ સવારે 9:30 થી 1:00 વાગ્યા દરમિયાન રાખવામાં આવ્યું છે. આ કાર્યક્રમ શિવ એ.સી. હોલ, સ્કાય મોલની સામે, મોરબી ખાતે યોજાશે. જેમાં સમાજનું ગૌરવ વધારનાર તેજસ્વી તારલાઓ તેમજ વિવિધ ક્ષેત્રોમાં નવનિયુક્ત થયેલા કર્મચારીઓનું વિશેષ બહુમાન કરીને પ્રોત્સાહિત કરવામાં આવશે.આ કાર્યક્રમ અંગે વધુ વિગતો મેળવવા અથવા સંપર્ક કરવા માટે નિમંત્રક મોરબી જિલ્લા ગોપાલક શૈક્ષણિક સમિતિના કિશન ભગત (93771 27106) અથવા સમિતિના હોદ્દેદારોના મોબાઈલ નંબર 95584 05884, 78742 87377, 97279 85019, 99137 65341 અને 95860 05376 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. #Morbi #MorbiUpdate #GopalakSamaj #BharwadSamaj #Education #HonoringCeremony #MorbiNews