મોરબી : મોરબીમા ગોપાલક રચનાત્મક સમિતિ દ્વારા આજરોજ પાટીદાર હોલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માલધારી સમાજના લોકોએ મોટી સંખ્યામાં ઉમટી પડી રક્તદાન કરીને કેમ્પને સફળ બનાવ્યો હતો. મોરબીના શનાળા બાયપાસ પર મુરલીધર હોટલની બાજુમાં આવેલ પાટીદાર હોલ ખાતે ગોપાલક રચનાત્મક સમિતિ દ્વારા આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પને વડવાળા મંદિર દુધયલધામના મહંત પૂ.રામબાલકદાસ બાપુ તેમજ અદેપર ચાર મઢવાળી માતાના ભૂવા સવા આતાના હસ્તે ખુલ્લો મુકવામા આવ્યો હતો. રક્તદાન કેમ્પમાં માલધારી સમાજે મોટી સંખ્યામાં ઉમટી પડીને રક્તદાન કર્યું હતું. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en