ખરીદી કરવા આવતા લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા આપીલ : બપોરે બાર વાગ્યા સુધી જ આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો ખોલી શકાશે હળવદ : કોરોના કહેરને લઈ બીજા તબક્કાનું લોકડાઉન જાહેર કરાયું છે ત્યારે આ મહામારીને લઇ હળવદ વેપારી મહામંડળ પણ તંત્ર સાથે અને તંત્ર દ્વારા અપાતી તમામ સૂચનાઓનું પાલન કરવામાં આવી રહ્યું છે તેમજ લોકડાઉનના પ્રથમ તબક્કામાં હળવદ વેપારી મહામંડળ દ્વારા હળવદમાં એકાંતરા આવશ્યક ચીજવસ્તુઓની દુકાન ખોલવા માટે નક્કી કરાયું હતું પરંતુ ગઈકાલે લોકડાઉનને વધુ લંબાવતા હવેથી હળવદમાં સવારથી બપોરના 12 વાગ્યા સુધી આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો ખુલ્લી રાખવાનું વેપારી મહામંડળ દ્વારા નક્કી કરાયું છે. કોરોનાના કહેરને લઈ વેપારી મહામંડળ દ્વારા એકાંતરા આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો ખુલ્લી રાખવાનો નિર્ણય કરાયો હતો પરંતુ ગઈકાલે લોકડાઉનને વધુ લંબાવાતા હળવદમાં એકાંતરા દુકાનો ખુલ્લી રહેતી હોવાને કારણે શહેરમાં લોકોનો ધસારો વધુ જોવા મળી રહ્યો હતો. જેથી, આજરોજ વેપારી મહામંડળના પ્રમુખ વિનુભાઈ પટેલ, મંત્રી પ્રકાશભાઈ પટવા તેમજ કમિટીના સભ્યો દ્વારા નક્કી કરાયું છે કે આવતીકાલથી શહેરમાં દરરોજ સવારથી બપોરના ૧૨ વાગ્યા સુધી આવશ્યક ચીજવસ્તુઓના દુકાનદારો પોતાની દુકાનો ખૂલી રાખી શકશે તો સાથે જ પ્રમુખ વિનુભાઈ પટેલ દ્વારા અપીલ પણ કરાઈ છે કે દરેક આવશ્યક ચીજવસ્તુઓની દુકાનધારકોએ ખરીદી કરવા આવતા લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા તેમજ મોઢા પર માસ્ક અને સેનેટાઈઝરનો ઉપયોગ કરવા અપીલ કરાઇ છે. તો સાથે સાથે ૧૨ વાગ્યા સુધી જ આવશ્યક ચીજવસ્તુઓની દૂકાન ધારકોએ દુકાનો ખુલ્લી રાખવાની રહેશે. જો ત્યારબાદ દુકાનો ખુલ્લી હશે તો તંત્ર દ્વારા બનતી કાર્યવાહી કરશે જેની સર્વે વેપારીઓએ નોંધ લેવા જણાવાયું છે.