મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 15 જુલાઈ ને મંગળવારના રોજ ઘઉં, તલ, મગફળી, જીરું, બાજરો, સીંગદાણા, ચણા અને ગુવાર બી તથા શાકભાજીમાં લીલા મરચા, રીંગણા, કારેલા, ગુવાર, ભીંડો, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, દુધી અને સુક્કી ડુંગળીની પણ આવક થવા પામી છે. આજે 232 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ છે. ઘઉંના સૌથી ઉંચા ભાવ આજે 525 રૂપિયા પ્રતિમણ સુધી બોલાયા છે. મોરબી યાર્ડમાં આજે 126 ક્વિન્ટલ તલની આવક થઈ છે. તલના સૌથી ઉંચા ભાવ 1980 રૂપિયા સુધી બોલાયા છે. તો મગફળીના 980, જીરુંના 3730, બાજરાના 560, સીંગદાણાના 1540, ચણાના 1123 અને ગુવાર બીના 920 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 1200 રૂપિયા, રીંગણાના 500 રૂપિયા, કારેલાના 900 રૂપિયા, ગુવારના 1800 રૂપિયા, ભીંડાના 640 રૂપિયા, ટામેટાના 500 રૂપિયા, કોબીજના 500 રૂપિયા, કાકડીના 800 રૂપિયા, લીંબુના 300 રૂપિયા, દુધીના 500 રૂપિયા અને સુક્કી ડુંગળીના 340 રૂપિયા ભાવ બોલાયા છે.