મોરબી : રાજ્યમાં હજુ વરસાદનું આગમન થયું નથી ત્યારે આગોતરા પાક માટે પિયતની જરૂરિયાત ઉભી થઈ હોય રાજ્ય સરકાર દ્વારા નર્મદા કેનાલમાં પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આજ રોજ મોરબી-માળીયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, ધ્રાંગધ્રા-હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, પાટડીના ધારાસભ્ય પી.કે. પરમાર અને ભાવનગરના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળીને ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવા અંગે રજૂઆત કરી હતી. ત્યારે તમામ માંગણીઓ અને વપરાશની સ્થિતિને ધ્યાને લઈને નર્મદા કમાન્ડમાં સિંચાઈ માટે આજ રોજ તારીખ 10 જૂન થી 10 હજાર ક્યુસેક પાણી નર્મદા નહેરોમાં આપવાની મંજૂરી આપવામાં આવી છે.