ત્રણેયના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહત લીધી મોરબી : મોરબીમાં મહિલા સહિત ત્રણ વ્યક્તિને કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા આ ત્રણેયને સિવિલ હોસ્પિટલના આઇસોલશેન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે આ ત્રણેય વ્યક્તિના રિપોર્ટ આવી જતા ત્રણેય વ્યક્તિના કોરોનાના રિપોર્ટ નેગેટિવ હોવાનું જાહેર થયું છે. તેથી, તંત્રએ રાહતનો દમ લીધો લીધો હતો. મોરબીના એક 24 વર્ષની મહિલા સહિત બે વ્યક્તિને મંગળવારે કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા આ બન્નેને તાકીદે મોરબીની સિવિલ હોસ્પિટલના આઇસોલશેન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા તેમજ આજે વધુ એક યુવાનને કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેને મોરબીની સિવિલ હોસ્પિટલના આઇસોલશેન વોર્ડમાં દાખલ કરવામાં અન્યો હતો અને આ ત્રણેય વ્યક્તિના બ્લડ અને યુરિન સેમ્પલ લઈને રિપોર્ટ માટે જામનગર મોકલવામાં આવ્યા હતા .હાલ આ ત્રણેય વ્યક્તિના જામનગરથી રિપોર્ટ આવી ગયા છે અને ત્રણેય વ્યક્તિના કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હોવાનું અરીજી તંત્ર દ્વાએ જાહેર કરવામાં આવ્યું છે. કોરોનાના રિપોર્ટ નેગેટિવ આવતા ત્રણેય વ્યક્તિને હોસ્પિટલમાંથી ઘરે જવા દેવાયા હોવાનું જાણવા મળે છે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/