મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 22 માર્ચ ને શનિવારના રોજ જીરું, કપાસ, ઘઉં, તલ, બાજરો, મગફળી, સફેદ ચણા, ધાણા, મેથી, ચણા, તુવેર, રાય અને રાયડો તથા લીલા મરચા રીંગણા, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, કારેલા વગેરે શાકભાજીની પણ આવક થવા પામી છે. મોરબી યાર્ડમાં આજે 1600 ક્વિન્ટલ એટલે કે 8000 મણ જીરુંની આવક થઈ છે. જીરુંના સૌથી ઉંચા ભાવ 4058 રૂપિયા સુધી બોલાયા છે. જ્યારે 305 ક્વિન્ટલ એટલે કે 1525 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના આજે સૌથી ઉંચા 1451 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 2896 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ છે. ઘઉંના પ્રતિ મણ સૌથી ઉંચા ભાવ 582, તલના 1880, મગફળી (જીણી)ના 964, બાજરાના 540, સફેદ ચણાના 1501, મેથીના 940, ધાણાના 1399, ચણાના 1060, તુવેરના 1375, રાયના 1036 અને રાયડાના 1054 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 600 રૂપિયા, રીંગણાના 500 રૂપિયા, કારેલાના 800 રૂપિયા, ગુવારના 1400 રૂપિયા, ભીંડાના 800 રૂપિયા, ટામેટાના 200 રૂપિયા, કોબીજના 100 રૂપિયા, કાકડીના 500 રૂપિયા, લીંબુના 2400 રૂપિયા, દુધીના 300 રૂપિયા અને સુક્કી ડુંગળીના 500 રૂપિયા ભાવ બોલાયા છે.