મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે 4 ઓગસ્ટ ને સોમવારના રોજ ઘઉં, તલ, જીરું, બાજરો, જુવાર, મગ, તુવેર, ચણા, એરંડા, અને સોયાબીન ઉપરાંત લીલા મરચાં, રીંગણાં, કારેલાં, ગુવાર, ભીંડો, ટામેટાં, કોબીજ, કાકડી, લીંબુ, દૂધી અને સુક્કી ડુંગળી સહિતની શાકભાજીની પણ આવક થઈ હતી. આજે 262 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી અને ઘઉંના સૌથી ઊંચા ભાવ રૂપિયા 545 પ્રતિ મણ બોલાયા હતા.આ ઉપરાંત 208 ક્વિન્ટલ તલની આવક થઈ છે અને તલના ઊંચા ભાવ રૂપિયા 2005 સુધી બોલાયા હતા. તો જીરુંના 3614, બાજરાના 581, જુવારના 577, મગના 1525, તુવેરના 1185, ચણાના 1150, એરંડાના 1265 અને સોયાબીનના 863 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે.શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 600 રૂપિયા, રીંગણાના 300 રૂપિયા, કારેલાના 400 રૂપિયા, ગુવારના 1100 રૂપિયા, ભીંડાના 500 રૂપિયા, ટામેટાના 900 રૂપિયા, કોબીજના 400 રૂપિયા, કાકડીના 400 રૂપિયા, લીંબુના 200 રૂપિયા, દુધીના 240 રૂપિયા અને સુક્કી ડુંગળીના 300 રૂપિયા ભાવ બોલાયા છે.